અમેરિકામાં નોકરી બદલવી ભારતીયો પર પડી રહી છે ભારે, કોર્ટે પણ…

નવી દિલ્હીઃ H-1B વિઝાધારકોને નોકરીઓ બદલવી હોય તો અમેરિકન પ્રશાસનની આ કાર્યવાહી પર સમસ્યા થઈ રહી છે. જો નવી નોકરી પણ પહેલાં જેવી છે અને તેમાં ગત નોકરીવાળું જ કૌશલ્ય જોઈએ છે તો પણ અલગઅલગ કારણોથી કેટલીક અરજીઓ ફગાવવામાં આવી રહી છે. યૂનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ અરજીઓને ફગાવવાનો આધાર Profession of expertise ન હોવાને બનાવી રહી છે.

સૌથી મોટો પડકાર એ છે કે જે લોકોની અરજીઓ રદ કરવામાં આવી રહી છે, તેમને આઉટ ઓફ સ્ટેટસ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે, જેનો અર્થ એ થાય છે કે અમેરિકામાં તેમના પ્રવેશ પર 3 થી 10 વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે. ઉષા સાગરવાલા H-1B વીઝા પર 2012થી અમેરિકામાં રહે છે. જ્યારે તેમણે 2018માં નોકરી બદલવા ઈચ્છી તો યૂએસસીઆઈએસે કંપનીની સ્થાનાંતરણ અરજીને એ કહેતાં ફગાવી કે સ્પેશિયાલિટી ઓક્યુપેશન નથી.

તાજેતરમાં જ તેમણે નવી નોકરી માટે H-1B વિઝા આપવાનો ઈનકાર કરવામાં આવ્યાંને લઈને કોર્ટનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા જ હાથ લાગી. અમેરિકી ફેડરલ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાથી ઈનકાર કર્યો. કોર્ટે કહ્યું કે ઉષા કોર્ટને એ જણાવવામાં નિષ્ફળ રહ્યાં છે કે H-1B રદ થવાથી તેમને શું આર્થિક નુકસાન થયું, એટલા માટે તે આ મામલે હસ્તક્ષેપ ન કરી શકે.

ફેડરલ કોર્ટે 16 એપ્રિલના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું કે સાગરવાલાએ જે એકમાત્ર સાક્ષ્ય રજૂ કર્યું, તેમાં મોટાભાગે એ વાત પર જોર આપવામાં આવ્યું છે કે તેમને ભારત પાછા આવવા માટે મજબૂર કરવાની શું અસર થશે.