પાવર સેક્ટરમાં સંકટ, ત્રણ લાખ કરોડ રુપિયા ચવાઈ જવાનો ભય

નવી દિલ્હીઃ રાજ્યો દ્વારા છેલ્લાં ઘણાં મહિનાથી વીજળીના બિલની ચૂકવણી ન કરી શકવાના કારણે કંપનીઓ પર સંકટ ઉભુ થયું છે. વીજળી મંત્રાલયના પ્રાપ્તિ પોર્ટલ અનુસાર જીએમઆર અને અદાણી સમૂહની બે કંપનીઓ સિવાય સાર્વજનિક ક્ષેત્રની એનટીપીસીને ડિસેમ્બર 2018 સુધી રાજ્યોની વીજળીના વિતરણ પેટે કંપનીઓ પાસેથી 41,730 રુપિયાની વસૂલી કરવાની હતી. હવે આ બાકી રકમ 60,000 કરોડ રુપિયા પર પહોંચી છે. આમાંથી અડધી રકમ વીજળી ક્ષેત્રના સ્વતંત્ર ઉત્પાદક યુનિટો પાસેથી વસૂલવાના છે.

દેશના સૌથી વધારે ઔદ્યોગિકકરણ પામેલાં રાજ્ય મહારાષ્ટ્ર અને તમિલનાડુ પર કુલના 80 ટકા થી વધારે રકમ બાકી છે. આ સૌથી વધારે વીજળી પેદા કરતાં રાજ્યો છે. શીર્ષ 10 રાજ્ય ચૂકવણી માટે સરેરાશ 562 દિવસનો સમય લે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચૂકવણીમાં મોડું થવાથી પ્રાઈવેટ સેક્ટરની વીજળી કંપનીઓ સમક્ષ કાર્યશીલ રકમનું સંકટ ઉભું થયું છે.

બજાજ સમહૂના દાયિત્વવાળી લલિતપુટ પાવર જનરેશન કંપની ઉત્તર પ્રદેશની ડિસ્કોમ પર 2,185 કરોડ બાકી હોવાના કારણે પોતાના આશરે 3 હજાર જેટલા કર્મચારીઓનો પગાર નથી આપી શકી. તો આ સાથે જ કંપની પોતાની પાસે જરુરી કોલસાનો ભંડાર રાખવામાં પણ મુશ્કેલીમાં છે.

ડિસેમ્બર, 2018 સુધી કુલ 41,730 કરોડ રુપિયા વીજળીના બિલપેટે બાકી છે, અદાણી સમૂહને 7,433.47 કરોડ રુપિયા અને જીએમઆરને 1,788.18 કરોડ રુપિયા લેવાના બાકી છે. સેમ્બકોર્પને 1,497.07 રુપિયા લેવાના બાકી છે. સાર્વજનિક ક્ષેત્રની એનટીપીસીને 17,187 કરોડ રુપિયા લેવાના બાકી છે.