જિઓફોન પર વોટ્સએપ સુવિધા આ તારીખથી પાકી, આ રીતે થશે ડાઉનલોડ

મુંબઈ પરીક્ષણો પૂર્ણ થયા બાદ સમગ્ર ભારતમાં પ્રથમ વખત જિઓફોનના ગ્રાહકો માટે વોટ્સએપ ઉપલબ્ધ  બની રહ્યું છે. જિઓફોન માટે વોટ્સએપે તેના ખાનગી સંદેશા એપની નવી આવૃત્તિ તૈયાર કરી જે જિઓ-કાઇઓએસ પર ચાલે છે. આ નવી એપથી વોટ્સએપની શ્રેષ્ઠતમ સેવાઓ ઉપલબ્ધ બનશે, જેમાં એન્ડ-ટુ-એન્ટ એન્ક્રિપ્શન સાથે ભરોસાપાત્ર રીતે સંદેશાઓ અને ફોટો તથા વિડિયો મોકલી શકાશે. આનાથી માત્ર થોડી જ ચાંપો દબાવીને અવાજ રેકોર્ડ કરીને વોઇસ મેસેજ પણ મોકલી શકાશે. પ્રારંભમાં જિઓફોનના ગ્રાહકોને તેમનો ફોનનંબરની ચકાસણી કરાવી લેવાની રહેશે અને ત્યારબાદ તેઓ એકબીજા સાથે અથવા તો સમૂહમાં વોટ્સએપના વપરાશકર્તાઓ સાથે વાતચીત કરી શકશે.

ભારતમાં લાખો લોકો હવે તેમના પોતાની શ્રેણીમાં સર્વોત્તમ જિઓફોન પર હવે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે,” એમ વોટ્સએપના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ ડેનિયલે જણાવ્યું હતું. “કાઇઓએસ માટે નવું એપ તૈયાર કરવાથી અને જિઓફોનના વપરાશકર્તાઓ માટે મેસેજ કરવાનો અનુભવ શક્ય બનાવવાથી અમને આશા છે કે ભારત અને સમગ્ર વિશ્વમાં કોઇપણ વ્યક્તિ સાથે સંવાદ કરવાની લોકોની ક્ષમતામાં વધારો થશે.

રીલાયન્સ ઇન્ફોકૉમ લિમિટેડના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “નહીં જોડાયેલા લોકોને જોડવાની ઝૂંબેશ દરમિયાન આ હેતુને વધારે મજબૂત બનાવવા માટે ઘણાં ભાગીદારો સામે આવ્યા. પ્રારંભથી જ અમને સહયોગ આપનાર આવા જ એક પાર્ટનર છે ફેસબુક અને તેની ઇકોસિસ્ટમ. આ ભાગીદારીનું પરિણામ આજે વિશ્વને જોવા મળી રહ્યું છે. અમે આજથી વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ચેટ એપ્લીકેશન વોટ્સએપ જિઓફોનના તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ. આ માટે જિઓ ફેસબુક અને વોટ્સએપની ટીમનો આભાર માને છે. 

જિઓફોન પર વોટ્સએપ કઇ રીતે ડાઉનલોડ કરશોઃ

(1) જિઓફોન એપ સ્ટોરમાં સપ્ટેમ્બર 10,2018થી વોટ્સએપ ઉપલબ્ધ બન્યું છે અને તમામ જિઓફોન માટે સપ્ટેમ્બર 20, 2018 સુધીમાં ઉપલબ્ધ બનશે.

(2) જિઓફોન પર ઉપલબ્ધ બન્યા બાદ વોટ્સએપને જિઓફોન અને જિઓફોન-2 પર એપસ્ટોરમાં જઈને ડાઉનલોડ બટન દબાવીને ડાઉનલોડ કરી શકાશે.

રિલાયન્સ રિટેલે જિઓફોનના ગ્રાહકો માટે તમામ પૂછપરછ માટે ખાસ હેલ્પલાઇન નંબર 1991 શરૂ કર્યો છે. 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]