અમેરિકા-ચીનની લડાઈનો ભારતને ફાયદો, કર્યો અબજોનો વ્યાપાર

નવી દિલ્હીઃ એમેરિકા અને ચીનની લડાઈનો ભારતને ફાયદો થયો છે. બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને એક અન્ય પર ટેરિફ લગાવ્યો જેના કારણે તેમનો વ્યાપાર પ્રભાવિત થયો. અર્થાત એકબીજાના ત્યાં આયાત અને નિર્યાત મોંઘી થઈ ગઈ. એવામાં ભારતે આનો ફાયદો ઉઠાવતા આ બંન્ને દેશોને સસ્તી વસ્તુ નિર્યાત કરવાની શરુ કરી દીધી. જૂન અને સપ્ટેમ્બર દરમિયાન ભારતથી આશરે 1000 અબજ રુપિયાની વસ્તુઓ નિર્યાત કરી છે.

એક્સપોર્ટ બોડીની શીર્ષ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયાએ એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ ગણેશ કુમાર ગુપ્તા અનુસાર જૂન અને સપ્ટેમ્બર 2018 દરમિયાન ભારતનું અમેરિકી એક્સપોર્ટ 12 ટકા વધ્યું. આ દરમિયાન ચીનમાં થનારા નિર્યાતમાં 32 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2017માં આ દરમિયાન ભારતથી ચીનમાં 637.40 કરોડ ડોલરની નિર્યાત થઈ હતી. પરંતુ બંન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર છેડાયા બાદ જૂન-નવેમ્બરમાં ચીનમાં થતી નિર્યાત વધીને 846.40 કરોડ ડોલર પર પહોંચી ગઈ છે.

વર્ષ 2017-18 માં ચીન સાથે વ્યાપારિક ખોટ 63.12 બિલિયન અમેરિકી ડોલર હતી જે વર્ષ 2016-17માં 51.11 બિલિયન હતી. ભારત દ્વારા ચીનમાં નિર્યાત વધારવા માટે ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા. તાજેતરમાં જ ચીનને ભારતીય બાસમતી ચોખાની નિર્યાતને મંજૂરી મળી છે.