શેરબજારમાં છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં છ દિવસની રેકોર્ડબ્રેક તેજીને બ્રેક વાગી છે. આઈટી અને પીએસયુ બેંક શેરોમાં ભારે વેચવાલી નિકળતાં સેન્સેક્સ અને નિફટી ઘટ્યા હતા. તેમજ છ દિવસની એકતરફી નવી તેજીને કારણે માર્કેટ પણ હાઈલી ઓવરબોટ પોઝીશનમાં આવી ગયું હતું, જેથી તેજીવાળા ઓપરેટરોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 111.20(0.31 ટકા) ઘટી 36,050.44 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 16.35(0.15 ટકા) ઘટી 11,009.65 બંધ થયો હતો.26 જાન્યુઆરીએ શેરબજારમાં રજા આવે છે, શનિવાર અને રવિવારે માર્કેટ બંધ છે, આમ શેરબજારમાં સળંગ ત્રણ રજાઓ આવે છે. પરિણામે શેરબજારમાં સાવચેતીભરી વેચવાલીથી નરમાઈ રહી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ડિસેમ્બર 2014 પછી પહેલી વાર 71 ડૉલરની સપાટી કૂદાવી ગયા છે. આમ ક્રૂડના ભાવ વધતા આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધશે. જેને પગલે ફુગાવો પણ વધીને આવશે. જે ધારણા પાછળ તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે વેચવાલી તક ઝડપી લીધી હતી. જેથી માર્કેટ માઈનસમાં બંધ થયું હતું.

  • એશિયાઈ સ્ટોક માર્કેટમાં નરમાઈ હતી. બપોરે યુરોપના સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ખુલ્યા હતા.
  • બુધવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 776 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 193 કરોડનું વેચાણ કર્યું હતું.
  • આજે ઓટોમોબાઈલ, બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, હેલ્થકેર-ફાર્મા, આઈટી, ઓઈલ, ગેસ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ ફરી વળી હતી.
  • જ્યારે કેપિટલ ગુડ્ઝ અને મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
  • રોકડાના શેરોમાં નફાવાળાની વેચવાલીથી બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 134.64 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 132.81 માઈનસ બંધ હતો.
  • ડૉ. રેડ્ડીઝ લેબનો નફો 28.9 ટકા ઘટ્યો, આવક 2.7 ટકા વધી
  • યુપીએલનો નફો 25.3 ટકા વધ્યો, આવક 7 ટકા વધી
  • અજંતા ફાર્મા નફો 3.5 ટકા વધ્યો અને આવક 10.1 ટકા વધી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]