સાઈબર એલર્ટઃ આ બેંકોની બેંકિગ એપ્લિકેશનમાં વાયરસનો ખતરો

મુંબઇ-પોતાના ફોનમાં નાણાકીય વ્યવહાર માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરનારા બેંક ખાતેદારો માટે લાલઝંડી ફરકાવવામાં આવી છે. સાઇબર સિક્યૂરિટી ફર્મના હવાલે જાણવા મળ્યું છે કે દેશમાં મોબાઇલ ફોનમાં 14 બેન્કિંગ એપ્સને બે નવા વાયરસ પોતાનો શિકાર બનાવી રહ્યાં છે.આપણાં દેશમાં બેંકો ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન (બેવડા સ્તર સુરક્ષા તપાસ)નો ઉપયોગ કરે છે. સિક્યોરિટી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વાયરસ ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશનમાં પણ ઘૂસણખોરી કરી શકે છે. એટલે કે આ વાયરસ આ સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.આ વાયરસનું નામ Android.Marcher.C અને Android.Asacub.T છે.

આ વાયરલ હેકર્સને OTP આપી દે છે, જેના કારણે તમારા ખાતામાંથી સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. કોમ્પ્યુટર સિક્યોરિટી ફર્મ ક્વિક હીલે(Quick Heal) આ ઘૂસપેઠીયા વાયરસની જાણકારી આપી છે.આ વાયરસ યુઝર્સના ગુપ્ત અને બેન્કિંગ ડેટા સુધી પહોંચવા માટે મોબાઇલ યુઝર્સની સોશિયલ મીડિયાની પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે. આ વાયરસ ફેસબૂક, વ્હોટસ એપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર અને સ્કાઇપના માધ્યમથી બેન્કિંગ એપ્સની માહિતી હેકર્સ સુધી પહોંચાડી રહ્યો છે. આ વાયરસ પર જે બેન્કિંગ એપ્સ છે તેમાં એસબીઆઈ એનીવ્હેર પર્સનલ, ICICI બેંક-આઈમોબાઇલ, એક્સિસ બેંકની એક્સિસ મોબાઇલ છે. આ ઉપરાંત એચડીએફસીની મોબાઇલ બેન્કિંગ લાઇટ, યુનિયન બેંકની મોબાઇલ એપ, બેંક ઓફ બરોડાની બરોડા એમપાસબૂક પર આ વાયરસ અટેક કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]