ભારતની સ્થિતિ 2008ની મંદી કરતાં પણ ચિંતાજનક: ગોલ્ડમેન સેશ

નવી દિલ્હી:  સિક્યોરિટીઝ અને રોકાણ મેનેજમેન્ટ સાથે જોડાયેલી વૈશ્વિક કંપની ગોલ્ડમેન સેશ ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી નીચે જવાના જોખમની સાથે 6 ટકા કર્યો છે. સાથે જ કહ્યું કે વર્તમાન આર્થિક સંકટ 2008થી ખુબ જ મોટુ છે. દેશની સમક્ષ વપરાશમાં મોટો ઘટાડો એક મોટો પડકાર છે અને તેનું કારણ-બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC)ના સંકટને ઠેરાવી શકાય નહીં. તેનું કારણ એ છે કે IL&FS માં પહેલા ચૂકવણીને લઇને સંકટનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ સંસ્થાઓથી વપરાશ માટે નાણાકીય ભંડોળ અટકી ગયું.

ગોલ્ડમેન સેશના ચીફ ઇકનોમિસ્ટ પ્રાચી મિશ્રાના કહેવા પ્રમાણે, એનાલિસિસ એવા સંકેત આપે છે કે માગમાં ઘટાડો જાન્યુઆરી 2018થી જોવા મળે છે, જે ઓગસ્ટ 2018માં IL&FS નું ક્રાઇસિસ સપાટી પર આવ્યું તે પહેલા અસર શરૂ થઈ ગઈ હતી. એનબીએફસી ક્રાઇસિસને કારણે પ્રવાહિતાની સમસ્યા વકરી હતી. તેઓનું કહેવું હતું કે, કન્ઝમશનમાં થયેલા ઘટાડા માટે ઓવલઓલ ગ્રોથ ધીમો થવાનું કારણ છે જેની સાથે વૈશ્વિક આર્થિક મંદી પણ જોડાઈ હતી અને તેને કારણે ફન્ડિંગની સમસ્યા વકરી. હાલ સ્લોડાઉન છે અને ગ્રોથના આંકડામાં બે ટકાનો ઘટાડો થયો છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં ગ્રોથમાં સુધારો થવાનો અંદાજ તેમણે વ્યકત કરતા રહ્યું હતું કે, રિઝર્વ બેન્કની નાણા નીતિ જેમાં મહત્તવના વ્યાજદરમાં ઘટાડો કરાયો છે અને પાંચ વર્ષની સૌથી નીચલા સ્તરે પહોંચ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ પગલાં લેવાઈ રહ્યા છે જેમાં તાજેતરમાં કોર્પોરેટ ક્ષેત્રને આપવામાં આવેલી મોટી રાહત મુખ્યત્વે ગણી શકાય.

મિશ્રાના કહેવા અનુસાર, લાંબા સમયથી રોકાણ અને નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે પણ કન્ઝમશનમાં તેના કરતાં વધુ ઝડપે ઘટાડો થયો છે તે વધારે પીડાદાયક છે. વર્તમાન આર્થિક મંદી છેલ્લા 20 મહિનાથી ચાલી રહી છે જે લાંબી ગણી શકાય. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, નોટબંધીને કારણે ગ્રોથમાં થયેલા ઘટાડા અથવા 2008ની નાણાકિય ક્રાઇસિસ કરતાં આ તદ્દન અલગ છે જે કામચલાઉ હતી.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આર્થિક ગ્રોથ છ વર્ષના તળિયે ગબડીને જીડીપી ગ્રોથ 5 ટકાના સ્તરે આવ્યો છે.

ત્યારબાદ રિઝર્વ બેન્ક સહિત અનેક લોકોએ ગ્રોથમાં વધુ 70-110 બેસિઝ પોઇન્ટ સુધીનો ઘટાડો અગાઉના અંદાજમાં કર્યો હતો. રિઝર્વ બેન્કે આર્થિક ગ્રોથનો અંદાજ 6.1 ટકાનો મૂક્યો છે જેની આજુબાજુ વર્લ્ડ બેન્ક અને આઇએમએફનો રહ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે 40 ટકા સમસ્યા વૈશ્વિક મંદીને કારણે પણ આવી છે. જ્યારે 30 ટકાથી વધુ અસર કન્ઝમશનમાં થયેલા ઘટાડા અને બાકીની ફન્ડિંગ ક્રાઇસિસને કારણે છે. મિશ્રાએ રિપોર્ટમાં ક્રેડિટ ગ્રોથમાં ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો છે. થોડા સમય અગાઉ ક્રેડિટ ગ્રોથ 24 ટકાની સામે ઘટીને 13-14 ટકા રહ્યો છે જે સૂચવે છે કે લોનની માગ પણ નીચી રહી છે.