દિલ્હી લુટિયન્સમાં સૌથી ઉંચો ફુવારો પ્રદૂષણ ઘટાડશે, આકર્ષણો…

નવી દિલ્હીઃ દિલ્હીમાં સૌથી ઉંચો ફૂવારો શરુ થઈ ગયો છે. લુટિયન્સ ઝોનમાં વિંડસર પ્લેસ સર્કલ પર બનેલો આ ફુવારો દિલ્હીનો સૌથી ઉંચો ફુવારો છે. આ ફુવારાની શરુઆત રોજ દિલ્હી નગરપાલિકા પરિષદે કરી હતી. એનડીએમસીનો દાવો છે કે આ દિલ્હીનો સૌથી ઉંચો ફુવારો છે. આનાથી પહેલાં લોધી ગાર્ડનમાં બનેલો ફુવારો 50 ફૂટ ઉંચો છે.

આ ફુવારાને 6 મહિનામાં 70 લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. લુટિયન્સ ઝોનમાં બનેલા આ ફુવારાની ઉંચાઈ 90 ફૂટ છે. આને વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે તેના ઉપલક્ષ્યમાં બનાવવામાં આવ્યો છે. આ ફુવારો સવારે 9 થી બપોરે 12 અને સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.

આ ફુવારામાં વિદેશથી આયાત કરવામાં આવેલી એલઈડી લાઈટો લગાવવામાં આવી છે. અલગ અલગ કલરમાં થતી લાઈટો દૂરથી જ લોકોને આકર્ષિત કરશે. તો ખાસ વાત એ છે કે નક્કી સમય પર આ લાઈટો પોતે જાતે જ ચાલુ થઈ જશે. આ સર્કલને ઘાસ સાથે રંગબેરંગી ફૂલોવાળા છોડથી પણ આકર્ષક બનાવવામાં આવ્યું છે.

એનડીએમસી અનુસાર આ ફુવારાથી પ્રદૂષણને ઓછું કરવામાં પણ મોટી મદદ પ્રાપ્ત થશે. પ્રદૂષણ વધવાની સ્થિતિમાં આ આખો દિવસ પણ ચાલુ રાખવામાં આવશે, જેના કારણે હવામાં ઉડનારી ધૂળ પાણી દ્વારા નીચે આવી જશે અને પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવામાં મદદ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]