દેશની સૌથી મોટી સ્પેક્ટ્રમ હરાજીની પ્રક્રિયા શરુ…

નવી દિલ્હીઃ સરકારે દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી સ્પેક્ટ્રમ હરાજીની પ્રક્રિયા શરુ કરી દીધી છે. સોમવારના રોજ સ્પેક્ટ્રમની હરાજીપ્રક્રિયાનું સંચાલન કરનારી એજન્સીની પસંદગી માટે બોલી આમંત્રિત કરવામાં આવી. ટેન્ડર જાહેર કરતાં ડીઓટીએ કહ્યું બોલી જમા કરાવવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર હશે. ડીઓટી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં 8,093 મોગાહટર્ટ્ઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્પેક્ટ્રમ 700 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz અને 3300-3600 MHz બેંડ્સમાં ઉપ્લબ્ધ હશે. એક અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ડીઓટીએ આ ટેન્ડર નોટિસ સોમવારના રોજ જાહેર કરી. આ જ વર્ષે જૂનમાં દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર જ કેલેન્ડર વર્ષમાં 5જી અને અન્ય બેંડ્સમાં સ્પેક્ટ્રમ હરાજી કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષે અત્યાર સુધીની સૌથી  મોટી હરાજી કરવા ઈચ્છતી હતી. આ અંતર્ગત કુલ આશરે 8,093 MHz સ્પેક્ટ્રમની હરાજી થશે. આની કુલ શરુઆતી કીંમત 5.7 લાખ કરોડ રુપિયાથી વધારે હશે. ઉલ્લેખનીય છે કે 2017-18 અને 2018-19 માં સ્પેક્ટ્રમની કોઈ હરાજી થઈ નથી. આ પહેલા અંતિમ હરાજીઓક્ટોબર 2016 માં થઈ હતી. આ જ હરાજીમાં જેટલા સ્પેક્ટ્રમ હરાજી માટે રાખવામાં આવ્યા હતા, તેનો માત્ર 40 ટકા વેચાયો છે. માત્ર 965 MHz ની હરાજીથી સરકારને 65,789 કરોડ રુપિયાની આવક થઈ હતી.

દેશની ટેલીકોમ કંપનીઓ અત્યારે નાણાકીય સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. આ કંપનીઓએ આ શરુઆતની કીંમતને ખૂબ ઉંચી જણાવી છે અને સરકાર પાસેથી આ કામ કરવાનો આગ્રહ કર્યો છે, જેથી 5જી સેવાની આક્રમક શરુઆત કરી શકાય.