ડાઉનલોડ સ્પીડની ગેરન્ટી નથી આપવા ઈચ્છતી ટેલિકોમ કંપનીઓ…

નવી દિલ્હીઃ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન મૈથ્યૂઝે કહ્યું છે કે મલ્ટી-પોઈન્ટ મોબાઈલ નેટવર્કમાં કોઈપણ પોઈન્ટ પર ભારત અથવા દુનિયાભરમાં કોઈપણ નેટવર્ક ઓપરેટર કોઈ મિનિમમ ડાઉનલોડ સ્પીડની ગેરન્ટી ન આપી શકે. વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો સહિત ઘણી કંપનીઓ આ એસોસિએશનની સભ્ય છે.

મેથ્યુઝે કહ્યું કે ગ્રાહકોને જે નેટવર્ક સ્પીડ મળે છે, તે કવરેજ, નેટવર્ક લોડ, ઉપયોગ, ફોનમાં ઉપયોકર્તાનું લોકેશન, ઉપયોગ થઈ રહેલી એપ્લિકેશન અને ડિવાઈઝ સહિત ઘણી વસ્તુઓ પર નિર્ભર કરે છે. ઓપન સિગ્નલ અને ઓકલા જેવી થર્ડ પાર્ટી સ્પીડ ટેસ્ટિંગ એજન્સિઓ આ મામલે દૂર સંચાર કંપનીઓના પક્ષથી સહમત છે. તેમનું કહેવું છે કે ડેટા સ્પીડની ગેરન્ટી આપવી તે ભારત અને વિદેશમાં એક સમસ્યા બનેલી છે.

ઓપનસિગ્નલના પ્રવક્તાએ કહ્યું કે કોઈપણ ઓપરેટર દરેક સમયે પોતાના યૂઝર્નને એલટીઈ એટલેકે 4જી કનેક્શન આપવામાં સફળ નથી થઈ રહ્યા. ત્યાં સુધી કે અત્યંત મેચ્યોર મોબાઈલ માર્કેટ્સમાં પણ. ત્યારે આ પરથી આપ સમજી શકો છો કે નેટવર્ક સ્પીડની ગેરન્ટી આપવી તે લગભગ અસંભવ છે.

સ્માર્ટફોનની ક્વોલિટી જેવા મામલાઓનો પણ મોબાઈલ યૂઝર એક્સપીરિયન્સમાં મહત્વપૂર્ણ રોલ હોય છે, ખાસકરીને વીડિયો સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, લાઈવ મેસેજિંગ અને વીડિયો કોલિંગમાં. જો કે ગ્રાહકોનું માનવું છે કે મિનિમમ સ્પીડ લેવલની વાત તો છોડી જ દો, પણ દૂરસંચાર કંપનીઓ જે ઈન્ટરનેટ સ્પીડનો વાયદો કરે છે, તે તેને પણ સારી રીતે પ્રોવાઈડ નથી કરતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]