રોકડનું સંકટઃ સંગ્રહખોરો પર દરોડા, RBI દ્વારા સપ્લાયમાં વધારો કરાયો

નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં ઉપજેલા રોકડ રકમના સંકટને દૂર કરવા માટે સરકાર એક્શનમાં આવી છે. એક તરફ ટેક્સ ઓથોરિટીઝ સંગ્રહખોરો પર છાપામારી કરી રહી છે તો બીજીબાજુ આરબીઆઈએ કેશ સપ્લાય વધારી દીધો છે. બીજતરફ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 30થી 35 જગ્યાઓ પર છાપેમારી પણ કરવામાં આવી છે. બિહારમાં એટીએમ નેટવર્ક દ્વારા 800-900 કરોડ રૂપિયા ફરતા કરવામાં આવ્યા છે. જો કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સમસ્યા વધુ છે ત્યારે મોટા કોન્ટ્રાક્ટર્સની ભૂમિકા અંગે ઈનકમ ટેક્સ વિભાગ તપાસ કરી રહ્યું છે.

અત્યાર સુધી છાપામારીમાં જપ્ત કરવામાં આવેલી કેશની માત્રા વધારે નથી, પરંતુ આવનારા દિવસોમાં ઓપરેશનને વધુ વેગીલું બનાવવામાં આવશે કારણ કે દેશના કેટલાય ભાગમાં કેશની ઉણપ પાછળ 2 હજાર રૂપિયાની નોટની જમાખોરીને મુખ્ય કારણ સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એવી વ્યક્તિઓ અને યુનિટ્સ પર ફોકસ કરવામાં આવ્યું છે કે જે લોકોએ છેલ્લા થોડા સપ્તાહમાં મોટી માત્રામાં પૈસાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]