હવે આવી નવી સિસ્ટમ, ટેક્સ ચોરી પર લાગશે લગામ…

નવી દિલ્હીઃ ટેક્સ ચોરો પર લગામ કસવા માટે સરકારે એક નવી સિસ્ટમ શરુ કરી છે. આ સિસ્ટમ દ્વારા ટેક્સ ચોરી રોકાશે અને સાથે જ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરવાનું પણ સરળ બની જશે.હકિકતમાં દિવસેને દિવસે વધી રહેલી ટેક્સ ચોરી પર સરકાર ઈલેકટ્રોનિક ઈનવોઈસ લાગુ કરવા પર વિચાર કરી રહી છે.

આ નવી સીસ્ટમથી દરેક ટ્રાંઝેક્શન પર જીએસટી નેટવર્કમાં પોતે જ રજિસ્ટર થઈ જશે. જેનાથી ટેક્સ ચોરી પર રોક લાગશે. જીએસટી કાઉન્સિલે ઈનવોઈસ સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ કરવા માટે અલગથી એક સબ ગ્રુપની નિમણૂક કરી છે.

ઈ-ઈનવોઈસ દ્વારા સરકાર રિયલ ટાઈમ પર ટ્રાંઝેક્શનને રજિસ્ટર કરવાની તૈયારીમાં છે. આનાથી કંપનીઓને પોતાની ટેક્સ ક્રેડિટ સરળતાથી મળી શકશે. સબ ગ્રુપ ઈલેકટ્રોનિક ઈનવોઈસ બન્યા બાદ આની નીતિઓ અને ગેરકાયદે અડચણો પર ધ્યાન આપશે. આ સાથે જ ઈનવોઈસની એપ અથવા મોબાઈલ એસએમએસમાં આવનારી મુશ્કેલીઓને દૂર કરશે.

જો કોઈપણ પ્રકારના ખોટા ઈનવોઈસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો સબ ગ્રુપ તાત્કાલિક આના પર કાર્યવાહી કરી શકશે. હવે આને બેંકિંગ અને ટેલીકોમ સેક્ટરના મુદ્દાઓને સોલ્વ કરવા માટે અલગથી વ્યવસ્થા બનાવવા પર વિચાર કરશે. અત્યારે કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારી અને જીએસટીએનના સીઈઓની 13 સભ્યોવાળી સમિતિનો બોજ ઓછો કરવાનું કામ કરી રહી છે.

જીએસટીએને MSME સેક્ટર માટે બિલિંગ અને તેના કાઉન્ટિંગ માટે એક નવું સોફ્ટવેર રજૂ કર્યું છે. 1.5 કરોડ સુધીના ટર્નઓવરવાળા આશરે 80 લાખ નાના વ્યાપારીઓને આનો લાભ મળશે. આ સોફ્ટવેરથી ઈનવોઈસ તૈયાર કરવુંં, જીએસટી રિટર્ન બનાવવું, અને સ્ટેટમેન્ટનું કેલક્યુલેશન કરવા જેવા કામોમાં મદદ પ્રાપ્ત થશે.