સ્વિસ હોટલે ભારતીયો માટે જાહેર કરી અલગ નોટિસ, હર્ષ ગોયન્કાએ આપત્તિ જતાવી

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડની એક હોટલે ભારતીય મહેમાનોને કાયદાથી રહેલા માટે એક નોટિસ જાહેર કરતાં તેમના માટે આચારસંહિતા જાહેર કરી છે. આના પર પ્રમુખ ઉદ્યોગપતિ અને RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોયન્કાએ આપત્તિ વ્યક્ત કરી છે અને આની ટીકા કરી છે.

સ્વિટ્ઝર્લેન્ડની હોટલ જીસ્ટૈડે ભારતીય મહેમાનોને સંબોધિત કરતા એક નોટિસ જાહેર કરતા નિયમ અને કાયદાઓની આખી એક સૂચી જાહેર કરી છે જેનું પાલન કરતા તેઓ હોટલમાં રજાઓમાં આનંદ લઈ શકે છે. ભારતીયો માટે આ ખાસ નિયમ જાહેર કરવા પર હર્ષ ગોયનકાએ ટ્વિટ કરીને આપત્તિ વ્યક્ત કરી છે.

હોટલના મેનેજર ક્રિસ્ટીન મૈટ્ટીના હસ્તાક્ષર વાળી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મહેમાનો નાસ્તાની મેજથી કંઈ ઉઠાવીને સાથે નહી લઈ જઈ શકે અને ત્યાં જ બેસીને નાસ્તો કરવાનો રહેશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મહેરબાની કરીને પોતાની સાથે કંઈ લઈ ન જશો અને અહીંયાનું ખાવાનું માત્ર નાસ્તા માટે છે. જો તમારે લંચ બેગ જોઈએ તો તમે સર્વિસ સ્ટાફથી ઓર્ડર કરો અને આના માટે ચૂકવણી કરો.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અન્ય મહેમાન પણ જાયકેદાર બફેટનો આનંદ લેવા ઈચ્છે છે, એટલા માટે ભારતીય મહેમાનોને માત્ર ત્યાં ઉપ્લબ્ધ જે છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ. ભારતીયોને વધારે અવાજ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમારા સીવાય હોટલમાં દુનિયાભરના મહેમાનો આવે છે. તેઓ પણ અહીંયા શાંતિ અને સહજતા ઈચ્છે છે, એટલા માટે અમારો અનુરોધ છે કે કોરિડોરમાં શાંતિ બનાવી રાખો અને બાલ્કનીમાં પણ તેજ અવાજથી વાત ન કરશો.

હોટલના મેનેજર ક્રિસ્ટીન મૈટ્ટીના હસ્તાક્ષર વાળી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મહેમાનો નાસ્તાની મેજથી કંઈ ઉઠાવીને સાથે નહી લઈ જઈ શકે અને ત્યાં જ બેસીને નાસ્તો કરવાનો રહેશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મહેરબાની કરીને પોતાની સાથે કંઈ લઈ ન જશો અને અહીંયાનું ખાવાનું માત્ર નાસ્તા માટે છે. જો તમારે લંચ બેગ જોઈએ તો તમે સર્વિસ સ્ટાફથી ઓર્ડર કરો અને આના માટે ચૂકવણી કરો.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અન્ય મહેમાન પણ જાયકેદાર બફેનો આનંદ લેવા ઈચ્છે છે, એટલા માટે ભારતીય મહેમાનોને માત્ર ત્યાં ઉપલબ્ધ જે છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ. ભારતીયોને વધારે અવાજ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમારા સિવાય હોટલમાં દુનિયાભરના મહેમાનો આવે છે. તેઓ પણ અહીંયા શાંતિ અને સહજતા ઈચ્છે છે, એટલા માટે અમારો અનુરોધ છે કે કોરિડોરમાં શાંતિ બનાવી રાખો અને બાલ્કનીમાં પણ તેજ અવાજથી વાત ન કરશો.

હર્ષ ગોયેન્કાએ આ નોટિસને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરતા કહ્યું છે કે તેઓ આનાથી ગુસ્સો અને અપમાન મહેસૂસ કરી રહ્યા છે અને આનો વિરોધ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે આ નોટિસમાં એવી ધારણા બની રહી છે કે ભારતીયો તેજ બોલે છે અને અસભ્ય છે અને પર્યટકોના રુપમાં સાંસકૃતિક રુપથી સંવેદનશીલ નથી. ગોયેન્કાએ ભારતીય લોકોને એપણ અનુરોધ કર્યો છે કે તેઓ પોતાની છબીમાં સુધારો કરે. તેમણે કહ્યું કે હવે જ્યારે ભારત એક ઈન્ટરનેશનલ પાવર બની રહ્યો છે, ત્યારે આપણા પર્યટકો આપણા ગ્લોબલ એમ્બેસેડર છે. આપણે બધાંએ મળીને આ છબીને બદલવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]