સુઝૂકીએ ભારતમાં લોન્ચ કરી નવી બાઈક ‘ઈન્ટ્રૂડર 150’, કિંમત રૂ. ૯૮,૩૪૦

નવી દિલ્હી – સુઝૂકી મોટરસાઈકલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 150 સીસી મોટરસાઈકલ સેગ્મેન્ટમાં આજે તેની નવી ક્રૂઝર બાઈક ‘ઈન્ટ્રૂડર 150’ લોન્ચ કરી છે જેની કિંમત રૂ. ૯૮,૩૪૦ (એક્સ-શોરૂમ) છે.

આ પાવર ક્રૂઝર બાઈકમાં અનેક પ્રીમિયમ ફીચર્સ છે, જેને કારણે સુઝૂકી ઈન્ડિયાને ભારતમાં બાઈકની માર્કેટમાં મોટો લાભ મળવાની ધારણા છે.

ભારતમાં ક્રૂઝ સ્ટાઈલની મોટરસાઈકલની ડિમાન્ડ છે અને ‘ઈન્ટ્રૂડર 150’ બાઈક એવા લોકોને વિશિષ્ટ ઓપ્શન આપે છે.

ભારતમાં આ બાઈકને લોન્ચ કરવા પાછળનો સુઝૂકીનો હેતુ બજાજની ‘અવેન્જર 150’ બાઈકને ટક્કર આપવાનો છે.

‘ઈન્ટ્રૂડર 150’માં 154.9 સીસી એન્જિન આપવામાં આવ્યું છે.

સુઝૂકીનો દાવો છે કે એની આ નવી બાઈક ૪૪ કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપે છે.

સુઝૂકી મોટરસાઈકલ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સાતોશી ઉચિદા, એક્ઝિક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) સજીવ રાજશેખરન તથા અન્યો.

‘ઈન્ટ્રૂડર 150’માં આગળ અને પાછળના પૈડાંમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે, જે એન્ટી-લોકિંગ બ્રેકિંગ સિસ્ટમથી સંકળાયેલી છે.

સુઝૂકી ઈન્ડિયા એ જાપાનની સુઝૂકી મોટર કોર્પોરેશનની પેટા-કંપની છે. ભારતીય કંપનીએ ગયા વર્ષે સાડા ત્રણ લાખ બાઈક્સ વેચી હતી. વર્તમાન વર્ષમાં તેનો ટાર્ગેટ પાંચ લાખ બાઈક્સ વેચવાનો છે.