ખાંડ થઈ થઈ શકે છે મોંધી, 8 ટકા સુધી વધી શકે છે કીંમત…

નવી દિલ્હીઃ આવનારા કેટલાક મહિનાઓમાં ખાંડની કીંમત વધી શકે છે. હકીકતમાં ક્રિસિલ રિસર્ચે એક રિપોર્ટમાં કહ્યું છે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાં હવામાનની પ્રતિકૂળ સ્થિતીના કારણે ખાંડના ઉત્પાદનમાં ઘડાડો થઈ શકે છે. આ જ કારણે ખાંડની કીંમત 8 ટકા સુધી વધવાની આશંકા છે. ક્રિસિલ અનુસાર સપ્ટેમ્બર 2020 સુધીના સત્રમાં ખાંડના ભાવ વધીને 33-34 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે સત્ર ઓક્ટોબર 2019 થી સપ્ટેમ્બર 2020 સુધીનું હોય છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ખાંડના ઉત્પાદનમાં 10 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. આ સીવાય નિર્યાતમાં 20 ટકાની વૃદ્ધિના કારણે ખાંડના ભંડારમાં ઘટાડો થઈ શકે છે. રિપોર્ટ અનુસાર એકમુશ્ત નિર્યાત સબ્સિડીની જાહેરાત બાદ સત્ર 2019 માટે ખાંડની નિર્યાત 38 લાખ ટન થવાનું અનુમાન છે, જે સત્ર 2020માં વધીને 45-50 લાખ ટન થઈ શકે છે. આ કારણે ખાંડની કીંમતોમાં વધારો થવાની આશંકા છે.

હકીકતમાં સત્ર 2019 માટે સરકારે નિર્યાત કરવામાં આવનારી ખાંડ માટે પ્રતિ ટન 1000-3000 રુપિયા પ્રતિ ટનની ટ્રાંસપોર્ટેશન સબ્સિડી અને આ સાથે જ શેરડી માટે 139 રુપિયા પ્રતિ ટનની કાચા માલની સબસીડી આપવાનો નિર્ણય કર્યો હતો. નિર્યાત કરવામાં આવેલી ખાંડ પર 1000-3000 રુપિયા પ્રતિ ટનની ટ્રાંસપોર્ટેશન સબ્સિડી, નિર્યાત કરનારી ખાંડ મીલોથી નજીકના પોર્ટ વચ્ચેના અંતરના આધાર પર નક્કી કરવામાં આવશે.

કુલ મિલાવીને આ સબસિડી નિર્યાત કરવામાં આવેલી ખાંડ પર 2300-4300 રુપિયા પ્રતિ ટન હશે. જો કે ક્રિસિલનું માનવું છે કે 60 લાખ ટન ખાંડના નિર્યાતના લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ નથી. હકીકતમાં વધારે વૈશ્વિક ભંડાર હોવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની કીંમતો કમજોર બની રહેવાની અપેક્ષા છે.