કેટલીક વસ્તુઓ પર જીએસટી વધારવાની તૈયારી, રાજ્યોએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કેટલાક જરુરી સામાનો પર જીએસટીને વધારવા મામલે વિચાર કરી રહી છે. જીએસટીથી આવક વધારવાને લઈને કેન્દ્ર સરાકેર એક કમિટી પણ બનાવી છે. પરંતુ જરુરી સામાનો પર જીએસટી વધારવો તે કેન્દ્ર સરકાર માટે આવનારા ભવિષ્યમાં એટલું સરળ નથી રહેવાનું. જે રાજ્યમાં ભાજપની સરકાર નથી તે રાજ્યોએ પોત-પોતાની વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરીને કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાની યોજના બનાવી છે. છત્તિસગઢ જેવા રાજ્ય જીએસટીના દરોને વધારવામાં આવવાનો વિરોધ કરી રહ્યા છે.

આ રાજ્યોનું કહેવું છે કે આનાથી વ્યાજને નુકસાન પહોંચશે અને કેન્દ્રને થનારા લાભને પણ નુકસાન થશે. એટલા માટે અમે જીએસટીના વધેલા દરોનો વિરોધ કરીશું. છત્તિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે આ વિકાસશીલ રાજ્યો માટે નુકસાન દાયક છે. તાજેતરમાં જ નીતિ આયોગની થયેલી એક બેઠક દરમિયાન ભૂપેશ બઘેલે જીએસટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે જ્યારથી વર્ષ 2014 માં કોલ બ્લોક વહેંચવાની નીતિઓમાં બદલાવ કરવામાં આવ્યો છે ત્યારથી રાજ્યને આનાથી થનારી આવક ઘટી ગઈ છે. તેમણે કોલ બ્લોક નીલામી દ્વારા થનારી આવકમાં ઘટાડો થયાની વાત વડાપ્રધાનને પત્ર લખીને પણ કરી છે.

જીએસટીના દરોમાં જો વધારો કરવામાં આવશે તો, કેરળ, પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ કેન્દ્ર રાજ્યો કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જતા પહેલા તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને આ જ કારણે તેમણે પોત-પોતાના રાજ્યની વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાની યોજના બનાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]