સરકારે સરકારી બેંકોને આપ્યો મહત્વપૂર્ણ અધિકાર, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ સરકારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને એવા વ્યક્તિઓ વિરુદ્ધ એલઓસી જાહેર કરવા માટે સીધો અનુરોધ કરવાનો અધિકાર આપ્યો છે જે લોકો જાણીજોઈને પોતાનું દેવું નથી ચૂકવી રહ્યા અને જે લોકોની દેશ છોડીને જતા રહેવાની આશંકાઓ છે. અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા આર્થિક અપરાધિઓના મામલાને જોતા આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ અનુરોધ ગૃહ મંત્રાલય, પોલીસ, સીબીઆઈ, સીમા શુલ્ક વિભાગ, ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી, આયકર વિભાગ જેવી એજન્સિઓથી કરવામાં આવે છે. ગૃહ મંત્રાલયે કોઈ સંદિગ્ધ વ્યક્તિની દેશમાંથી ભાગવાની સ્થિતીમાં એસએફઆઈઓને પણ એલઓસીનું નિવેદન કરવાનો અધિકાર આપ્યો છે.

મંત્રાલયે તાજેતરમાં બે પરિપત્ર જાહેર કરીને સરકારી બેંકોના ચેરમેન, પ્રબંધ નિદેશક અથવા મુખ્ય કાર્યકારી અધિકારી તથા એસએફઆઈઓને જાણી જોઈને દેવાની ચૂકવણીમાં ચૂક કરનારા કોઈપણ વ્યક્તિને દેશથી ભાગવાનો શક થવાની સ્થિતીમાં એલઓસીનું નિવેદન કરવાનો અધિકાર આપ્યો છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સરકારી બેંકોના સીએમડી અને સીઈઓ હવે આ અધિકાર મળ્યા બાદ ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, સીમા શુલ્ક વિભાગ, આયકર વિભાગ, રાજસ્વ સતર્કતા નિદેશાલય, કેન્દ્રીય તપાસ બ્યૂરો, ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયો તેમજ પોલીસથી કોઈ વ્યક્તિ વિરુદ્ધ એલઓસી જાહેર કરવાનો અનુરોધ કરી શકશે.

તેમણે જણાવ્યું કે જો સરકારી બેંક અથવા એસએફઆઈએને એવો શક હોય કે દેવામાં ચૂક કરનારો વ્યક્તિ દેશ છોડીને ભાગી શકે છે તો તેઓ આ અધિકારનો ઉપયોગ કરી શકે છે. આ પહેલા આનો અધિકાર માત્ર તપાસ એજન્સિઓ પાસે જ હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]