તહેવારો પહેલાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં મોટું સેલ શરુ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ તહેવારો પહેલાં જ પોતાના ગ્રાહકોને ખાસ ઓફર અંતર્ગત બમ્પર છૂટની ભેટ આપી રહી છે. બંને કંપનીઓમાં આજથી ત્રણ દિવસ સુધી એક સેલ શરુ થયું છે જેમાં ગ્રાહકો માટે કેટલીક ધમાકેદાર ઓફર મૂકવામાં આવી છે. આ ઓફર અંતર્ગત એમેઝોન અને ફ્લિપકાર્ટ ગ્રાહકોને મોબાઈલથી લઈને ઘરેલુ ઉપયોગી વસ્તુઓ પર મોટી છૂટ મળશે.

એમેઝોનનું આ એક્સક્લુઝિવ સેલ માત્ર તેના પ્રાઈમ બેમ્બર્સ માટે રાખવામાં આવ્યો છે. 36 કલાક સુધી ચાલનારા આ સેલમાં ફ્લેશ સેલ, કોમ્બો ડીલ્સ, ફ્લેટ ડિસ્કાઉન્ટ્સ, એક્સ્ટ્રા કેશબેક, એમેઝોન-પે વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ સેલમાં માત્ર સસ્તી વસ્તુઓ જ નહીં પરંતુ ગ્રાહકો ને માત્ર બે કલાકમાં ડિલિવરી પણ મળી જશે.

જો કે મહત્વની વાત એ છે કે કોઈપણ વ્યક્તિએ આ સેલનો લાભ લેવા માટે પહેલા તો એમેઝોન પ્રાઇમ મેમ્બર બનવું જરુરી છે. આ માટે એક વર્ષનો 999 રૂપિયાનો પ્લાન અથવા 129 રૂ મહિનાનો Amazon પ્રાઇમ પ્લાન ખરીદવો પડશે. આજે 12 વાગ્યાથી શરુ થઈ ગયો છે એમેઝોનનો આ સેલ.

તો ફ્લિપકાર્ટે તેમના ગ્રાહકોને વધુ લાભ પ્રાપ્ત થાય તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. એસબીઆઇના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર ગ્રાહકોને 10% તાત્કાલિક ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત થશે. તો સાથે સાથે નો-કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ પણ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]