ગૂગલ પાસેથી માગ્યું એક સ્માર્ટ ફોનનું રીફંડ, મળી ગયાં 10 સ્માર્ટફોન

નવી દિલ્હીઃ જરા વિચારો કે, સ્માર્ટફોનમાં ક્ષતિ હોવા પર રીફંડ માટે ક્લેઈમ કર્યો હોય અને તમને એક સ્માર્ટફોન રીફંડ આવવાની જગ્યાએ 10 સ્માર્ટફોન આવી જાય તો કેવું લાગશે? કંઈક આવું જ થયું એક યૂઝર સાથે, જ્યારે તેણે એક Pixel 3 ફોનની ખરાબી પર ગૂગલ પાસે રીફંડ માંગ્યું અને તેના બદલામાં તેને એક નહીં પરંતુ 10 જેટલા સ્માર્ટફોન ગિફ્ટ કરી દેવામાં આવ્યાં.

યૂઝરે દાવો કર્યો કે તેણે ગૂગલને એક ખરાબ પિક્સલ 3 સ્માર્ટફોનના રિફંડ પર માત્ર 80 ડોલર (5,500) રુપિયા જ આપ્યાં, પરંતુ તેની સાથે કંપનીએ તેને 10 નવા પિક્સલ 3 ફોન મોકલ્યાં છે. યૂઝરે કહ્યું કે તે આ 10 નવા સ્માર્ટફોન રાખવા નથી ઈચ્છતો અને તે આ ફોન્સને પાછા આપી દેશે.

તેને ગૂગલ પાસેથી અપેક્ષા છે કે તેને ડિફેક્ટેડ ફોનનું પૂરૂં રીફંડ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]