વર્ષ ૨૦૧૭-૧૮ માટે ‘લિજ્જત’નાં પદાધિકારીઓની નિમણૂક; સ્વાતિ પરાડકર પ્રમુખ

મુંબઈ – શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ વિશ્વભરમાં ઉચ્ચતમ નામના મેળવનાર સંસ્થા છે. દેશના ગ્રામ્ય વિસ્તારોની બહેનોની ઉન્નતિ અને સ્વયં રોજગારની તક ઊભા કરવાના ધ્યેય સાથે ૧૯૫૯ની ૧૫ માર્ચના રોજ નાનકડા પ્રયોગ રૂપે શરૂ કરવામાં આવેલી આ સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ સમાન ભારતભરમાં ફેલાયેલી છે. જેમાં આ સર્વ સભ્ય બહેનો દ્વારા વિશ્વવિખ્યાત બ્રાન્ડ લિજ્જત પાપડ, લિજ્જત મસાલા, લિજ્જત ઘઉં આટા, લિજ્જત ચપાતી, તેમજ સસા ડિટરજન્ટ પાવડર, કેક, લિક્વીડ સાબુ તથા અન્ય ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવે છે.

ભારતભરમાં ૮૨ શાખાઓ અને ૨૭ વિભાગોમાં હજારો બહેનો આત્મસમ્માનથી સહિયારા માલિક તરીકે આ સંસ્થામાં જોડાયેલી છે. લિજ્જત સંસ્થા એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને ખાદી ગ્રામોદ્યોગ પંચની પહેલી હરોળની અગ્રગણ્ય માન્ય સંસ્થા છે.

આ સંસ્થા ચેરિટી કમિશનર દ્વારા બનાવવામાં આવેલી સ્કીમ મુજબ તેમજ સર્વોદય ટ્રસ્ટીશીપના સિદ્ધાંતો પર ચાલતી સંસ્થા છે.

આ સંસ્થાની કારોબારી સમિતિની તા. ૧૧-૧૦-૨૦૧૭ના રોજ યોજાઈ ગયેલી મીટિંગમાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માટે નીચે મુજબનાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

સ્વાતિ પરાડકર – પ્રમુખ

૧. સ્વાતિ પરાડકર – પ્રમુખ

૨. પ્રતિભા સાવંત – ઉપપ્રમુખ

૩. શારદા કુબલ – સચિવ

૪. પ્રિયંકા રેડકર – સચિવ

૫. નમિતા સકપાળ – ખજાનચી

૬. સાક્ષી પાલવ – ખજાનચી