નવી ઐતિહાસિક સપાટીએ શેરબજાર, સેન્સેક્સ 36 હજાર અને નિફ્ટી 11 હજારને પાર

નવી દિલ્હીઃ આજે શેરબજારે ખુલતાની સાથે જ ઈતિહાસ રચ્યો છે. નિફ્ટી અને સેંસેક્સએ મોટી ઉંચાઈ સર કરી છે. નિફ્ટીએ પહેલીવાર 11 હજારનો આંકડો પાર કરી લીધો છે તો સેન્સેક્સે પણ 36 હજારનું ઐતિહાસિક સ્તર પાર કરી લીધું છે. સેન્સેક્સ 35 હજાર 868 પર ખુલ્યો અને ધીરે-ધીરે મજબૂત થતો ગયો અને સવારે 9.34 વાગ્યે તે 36,004ના નવા શિખર પર પહોંચી ગયો હતો.

આજે શરૂઆતી વ્યાપારમાં રિલાયંસ ઈંડસ્ટ્રીઝના શેર 1.5 ટકા મજબૂત થઈને વ્યાપાર કરી રહ્યા હતા. આ દરમિયાન વધારો પ્રાપ્ત કરનારા અન્ય શહેરોમાં પેટ્રોનેટ એલએનજી 2.5 ટકા, એક્સિસ બેંક 1.65 ટકા, એચડીએફસી બેંક 0.32 ટકા અને ટીસીએસ 0.37 ટકા વધ્યા હતા. તો આ શેર સીવાય ઓએનજીસી, ટાટા સ્ટીલ, કોલ ઈંડિયા, યસ બેંક, બજાજ ઓટો,આઈસીઆઈસીઆઈ બેંક જેવા શેરોએ પણ મજબુતી પ્રાપ્ત કરી હતી. જો કે જુબિલંટ ફૂડ 0.61 ટકા, ટાટા મોટર્સ 0.36 ટકા, એશિયન પેઈન્ટ્સ 1.09 ટકા નીચે આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]