શેરબજારમાં ચોથા દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 91 પોઈન્ટ પ્લસ, સુગર શેરોમાં ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન લેવાલી અને વેચવાલીના બે તરફી કામકાજ હતા, પણ બ્લુચિપ અને ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલીનો ટેકો હતો. જેથી ઈન્ડેક્સ ટેક્લા મથાળે મજબૂત રહ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 91.71(0.27 ટકા) વધી 33,880.25 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 22.90(0.22 ટકા) વધી 10,402.25 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. બેંક અને મેટલ શેરોમાં નવી લેવાલી આવી હતી. તે પછી ઓટો, એફએમસીજી, ફાર્મા અને રીયલ્ટી સેકટરના શેરોમાં પણ સામાન્ય લેવાલી રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝથી ભારતીય સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. સતત ચોથા દિવસે શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. જો કે કેટલાક સ્ટોકમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ ફરી વળી હતી. તેમ છતાં સેન્સેક્સ અને નિફટી પ્લસમાં બંધ હતા.

  • કેન્દ્ર સરકારે શેરડી પકવતા ખેડૂતોને નાણાકીય મદદ કરવાના સમાચાર આવ્યા હતા. સરકાર શેરડીના ખેડૂતોને ટને રૂપિયા 55ની મદદ આપશે. તેમજ ગ્લોબલ માર્કેટમાં સુગરના ભાવ ઘટ્યા છે. જેને પગલે આજે સુગર સ્ટોકમાં ભારે લેવાલીથી 16 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો.
  • એક્સિસ બેંકના એમડી અને સીઈઓ શિખા શર્માનો કાર્યકાળ 3 વર્ષથી ઘટાડીને 7 મહિનાનો કરી નાંખવામાં આવ્યો છે. જે સમાચારથી એક્સિસ બેંકના શેરમાં નવી લેવાલીથી મજબૂતી આવ હતી.
  • આરબીઆઈએ ફ્યૂચર સપ્લાય ચેઈનમાં ફોરિન પોર્ટફોલીયો રોકાણની મર્યાદા વધારવા માટે મંજૂરી આપી દીધી છે. ફયૂચર સપ્લાય ચેઈનમાં એફપીઆઈની રોકાણ મર્યાદા 24 ટકાથી વધારીને 49 ટકા કરાઈ છે. આ સમાચારથી ફયૂચર સપ્લાય ચેઈનના સ્ટોકમાં તેજી થઈ હતી.
  • આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્લોકડીલ થતાં શેરમાં નવી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી.
  • રોકડાના શેરોમાં મિશ્ર હવામાન રહ્યું હતું. બીએસઈ સ્મોલકેપ 3.57 માઈનસ હતો.
  • બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 30.70 પ્લસ બંધ હતો.