કર્ણાટક ચૂંટણીમાં BJPની આગેકૂચથી શેરબજારમાં તેજી

મુંબઈઃ  કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સરકાર બનાવશે તેવો આશાવાદ સર્જાતા શેરબજારમાં સકારાત્મક અસર જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ 400થી વધારે અંકોના ઉછાળા સાથે ખુલ્યો હતો, તો નિફ્ટી પણ 10,900 નો આંકડો પાર કરી ગયો હતો. આ પહેલા ચૂંટણી પરિણામની ઉહાપોહની સ્થિતી વચ્ચે શેરબજારનું મજબૂતીથી ટ્રેડિંગ શરૂ થયું.

શરૂઆતના વ્યાપારમાં એનએસઈ પર વધનારા શેરોમાં શામેલ ડી.પી.વાયર્સ લિમિટેડ 12.96 ટકા, નગા ઘુનેસરી ગ્રુપ લિમિટેડ 10 ટકા, ન્યૂલેંડ્સ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ 9.09, હિંદાલ્કો કેમિકલ્સ લિમિટેડ 8.13 ટકા, બીએફ ઈન્વેસમેન્ટ 7.29 ટકા, બીએફ યૂટિલિટીઝ 7.29 ટકા, એસઆરએસ લિમિટેડ 6.67 ટકા વધ્યા હતા. આ દરમિયાન બીએસઈ પર રિતેશ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર 18.17 ટકા, આરએમસી સ્વિચગેયર્સ લિમિટેડના 14.55 ટકા, એંમ્બિશન માઈકા લિમિટેડના 11.53 ટકા, કોનકાર્ડ ડ્રગ્સના 11.16 ટકા, કોનાર્ટ એન્જીનિયરિંગના 10.38 ટકા, કેકલ્પના ઈન્ડસ્ટ્રીઝના 10.30 ટકા જ્યારે સાગરસોફ્ટ લિમિટેડના શેર 10 ટકા મજબૂત થયા હતા. તો આ સીવાય ઘણા શેરોમાં મજબૂતાઈ જોવા મળી હતી.