વર્ષના અંતમાં શેરબજારમાં ચમકઃ સેન્સેક્સમાં 411.38 નો ઉછાળો

નવી દિલ્હીઃ સપ્તાહના દિવસે શેરબજાર પોતાના મજબૂત ઉછાળ સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળો સૂચકાંક સેન્સેક્સ આજે 411.38 અંકના ઉછાળા સાથે 41,575.14 અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 119.25 અંકોની વૃદ્ધી સાથે 12,245.80 પર બંધ થયો. નિફ્ટીના 50 શેરો પૈકી 42 શેર લીલા નિશાન પર અને 8 શેર લાલ નિશાન પર બંધ થયા. દિવસભરના વ્યાપાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 41,611.27 અંકોના આજે સર્વાધિક ઉછાળ સાથે વ્યાપાર કરી રહ્યો હતો, તો એક સમયે આ 41,264.92 આંકડાના ન્યૂનતમ સ્તર સુધી ગયો. સેન્સેક્સની કંપનીઓમાં એક્સિસ બેંક 3.33 ટકા ચડી ગયો. પાવરગ્રિડ, એસબીઆઈ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મારુતીના શેર પ્રોફિટમાં રહ્યા. તો બીજી બાજુ કોટક બેંક, અલ્ટ્રાટેક સીમેન્ટ, ટાઈટન અને ટીસીએસના શેર 0.42 ટકા સુધી પછડાયા. અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ ચરણના કરારને આવતા મહિના સુધી અંતિમ રુપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. આનાથી વૈશ્વિક બજારોમાં તેજી રહી.

એશિયાઈ બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાના કોસ્પી લાભમાં રહ્યા. તો ચીનના શાંઘાઈ તેમજ જાપાનના નિક્કીમાં ઘટાડો થયો. શરુઆતી વ્યાપારમાં યૂરોપીય બજાર લાભમાં ચાલી રહ્યા હતા. ઈન્ટર બેંક ફોરેન એક્સચેંજ માર્કેટમાં દિવસે વ્યાપાર દરમિયાન રુપિયો ચાર પૈસાના ઘટાડા સાથે 71.36 પ્રતિ ડોલર પર ચાલી રહ્યો હતો.