શેર બજારમાં કડાકોઃ સેન્સેક્સ 769, નિફ્ટીમાં 225 અંકનું ગાબડું

મુંબઈ- જીડીપી વિકાસ દર અનુમાન કરતા ઓછો, પ્રોડક્શન 15 મહિનાના નીચલા સ્તર પર અને કોર સેક્ટરના ધીમા ગ્રોથની અસર આજે શેર માર્કેટ પર પણ જોવા મળી હતી.  મંગળવારે બીએસઈ સેન્સેક્સ 769.88 પોઈટ્સના (2.06 ટકા) ઘટાડા સાથે 36,562.91 પર બંધ થયો, જ્યારે એનએસઈ પર નિફ્ટી 225.35 પોઈટ્સ (2.04 ટકા)ના કડાકા સાથે 10,797.90 પર બંધ આવ્યું.

દિવસભરના કારોબારમાં સેન્સેક્સ 37,188.38નું ઉપલુ સ્તર તેમજ 36,466.01નું નીચલું સ્તરે રહ્યું, નિફ્ટી આજના દિવસનો હાઈ 10,967.50 હતો જ્યારે આજના દિવસનો લો 10,772.70 હતો. બીએસઈ પર 28 કંપનીઓના શેર રેડઝોનમાં હતા માત્ર 2 કપંનીઓ જ HCL ટેક્નો અને ટેક મહિન્દ્રા જ પોઝીટીવ ઝોનમાં બંધ આવ્યા છે. આજની મંદીમાં સૌથી મોટો ફાળો રિલાયન્સ અને HDFCનો હતો. બંનેના શેર 4-4 ટકા તૂટ્યાં હતા.

આ શેરોમાં ઘટાડો

આજની મંદીમાં સૌથી મોટો ફાળો ICICI બેંકનો છે આ શેર 4.45 ટકાના ઘટાડા સાથે 392.15ની સપાટીએ બંધ આવ્યો હતો. આ ઉપરાંત એશિયન પેઈન્ટ્સ, સનફાર્મા, એલએન્ડટી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એરટેલ, એક્સિસ બેંક, ઓએનજીસી, એનટીપીસી, રિલાયન્સ, ટાટા મોટર્સ, એચડીએફસી ટ્વિન્સ, ટાટાસ્ટીલ, ઈન્ડસન્ડ બેંક, ટાટા સ્ટીલ જેવા શેર્સ સાડા ત્રણથી ચાર ટકાની આસપાસ તૂટ્યા હતા.

નબળો રૂપિયો અને FII આઉટફ્લોનું દબાણ

ગણેશ ચતુર્થીના તહેવારને લઈને સોમવારે શેર માર્કેટ બંધ હતું. શેર બજારો પાસે વર્તમાન પ્રારંભિક આંકડાઓ મુજબ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ગત શુક્રવારે ચોખ્ખા રોકાણરૂપે 1,162.95 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા જ્યારે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારો 1,502.27 કરોડ રૂપિયાના શેરના ચોખ્ખા ખરીદદાર રહ્યાં. આ ઉપરાંત આજના શરુઆતના કારોબારમાં ડોલરની સરખામણીએ રૂપિયામાં 64 પૈસાના ઘટાડાએ પણ શેર બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થયું.

મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 15 મહીનાના નીચલા સ્તરે

આ સિવાય મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 15 મહીનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયાનો મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(PMI) ઓગસ્ટમાં ઘટીને 51.4 પર આવી ગયો છે. જે મે 2018 બાદ સૌથી ઓછો છે. આ વર્ષે જુલાઈમાં 52.5 હતો. વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં ઘટાડાને કારણે PMIમાં ઘટાડો આવ્યો છે.સેન્સેક્સના ટોપ ગેનર્સેસેન્સેક્સ પર યસ બેન્ક, એચસીએલ ટેક, ટીસીએસ, હીરોમાટોકોર્પ અને ઈન્ફોસિસ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેન્ક 2.35 ટકા વધીને 60.90 પર કારોબાર કરી રહ્યો છે. જયારે એચસીએલ ટેક 1.52 ટકા વધી 1,177 પર કારોબાર કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]