એસબીઆઈની હોમ લોન અને ઓટો લોન મોંઘી બની, બેંકે વધાર્યા લેન્ડિંગ રેટ્સ

નવી દિલ્હીઃ એચડીએફસી બેંક બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. એસબીઆઈએ તમામ સમયગાળા માટે પોતાના એમીસીએલઆરમાં આશરે 0.05 ટકાનો વધારો કર્યો છે. આ ક્રમમાં એસબીઆઈની હોમ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી બની ગઈ છે.

આ પ્રકારે બેંકની ઓવરનાઈટ અને એક મહિનાની એમસીએલઆર 8.15 ટકાથી વધીને 8.20 ટકા થયું છે. તો ત્રણ મહીનાના સમયગાળા માટે એમસીએલઆર 8.20 ટકાથી વધીને 8.25 ટકા થઈ ગયું છે. આ જ પ્રકારે 6 મહીનાની એમલીએલઆર 8.35 ટકાથી વધીને 8.40 ટકા થઈ ગઈ છે.

તો આ સીવાય બે વર્ષ અને ત્રણ વર્ષ માટે એમસીએલઆર હવે ક્રમશઃ 8.65 ટકા અને 8.75 ટકા થઈ ગઈ છે. આનાથી સ્પષ્ટ છે કે ઓટો લોન, અને પર્સનલ લોનથી લઈને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન હવે વધારે મોંઘી બનશે. આ વધારો 10 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયો છે.

તમામ પ્રકારની લોન્સ

સમયગાળો વર્તમાન એમસીએલઆર (% માં) સુધારેલ એમસીએલઆર (% માં)
1.વિવિધ 8.15 8.20
2. એક મહિનો 8.15 8.20
3. ત્રણ મહિનો 8.20 8.25
4. છ મહિનો 8.35 8.40
5. એક વર્ષ 8.50 8.55
6. બે વર્ષ 8.60 8.65
6. ત્રણ વર્ષ 8.70 8.75

એસબીઆઈએ એમસીએલઆર સીવાય બેંચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટને પણ 13.75 ટકાથી વધારીને પ્રતિ વર્ષ 13.80 ટકા કરી દીધી છે. જ્યારે બેઝ રેટ 9 ટકાથી વધારીને 9.05 કરી દેવામાં આવ્યો છે. આ વધારો 10 ડિસેમ્બર થી લાગુ થઈ ગયો છે.