એસબીઆઈએ એફડી પર વ્યાજ દરોમાં બદલાવ કર્યો, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ એસબીઆઈએ એફડી પર વ્યાજ દરોમાં બદલાવ કર્યો છે. આ અંતર્ગત એસબીઆઈએ અલગ અલગ અવધીની એફડી પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. નવા વ્યાજદરો આજથી લાગૂ થઈ ગયા છે. આ પહેલા એસબીઆઈએ જૂલાઈ, 2018માં એફડી પર વ્યાજદરોમાં બદલાવ કર્યો હતો. આ પહેલા એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અને એક્સિસ બેંકે એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. ત્યારે એવામાં એસબીઆઈ પર વ્યાજ દરોમાં વધારો કરવાનું દબાણ હતું.

એસબીઆઈએ 1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછા સમયગાળા માટેની એફડી પર વ્યાજદરમાં 10 આધાર અંકનો વધારો કર્યો છે. એટલે કે હવે એસબીઆઈમાં 1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછા સમયગાળા માટે એફડી કરાવો છો તો આપને વાર્ષિક 6.80 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. પહેલા સમયગાળા માટેની એફડી પર વાર્ષિક 6.70 ટકા વ્યાજ પ્રાપ્ત થતું હતું.

તો એસબીઆઈએ 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર વ્યાજ દરમાં 5 આધાર અંકનો વધારો કર્યો છે. એટલે કે જો તમે 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછા સમયગાળા માટે એફડી કરાવો છો તો તમને વાર્ષિક 6.80 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. પહેલા આ સમયગાળાની એફડી પર વાર્ષિક 6.75 ટકા વ્યાજ મળતું હતું.

એસબીઆઈના એફડી રેટમાં વધારો થવાથી સીનિયર સિટીઝન્સને પણ ફાયદો થશે. હવે તેમને 1 વર્ષથી લઈને 2 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 7.30 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. પહેલા સીનિયર સિટીઝન્સને આ સમયગાળાની એફડી પર 7.20 ટકા વ્યાજ પ્રાપ્ત થતું હતું. તો 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 7.30 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. પહેલા આ સમયગાળાની એફડી પર સીનિયર સીટીઝન્સ માટે વ્યાજદર 7.25 ટકા હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]