એમેઝોન, સમારા કેપિટલે રૂ. 4,200 કરોડમાં બિરલાની રીટેલ ચેન ‘મોર’ ખરીદી

મુંબઈ – એમેઝોન તથા ખાનગી ઈક્વિટી ફન્ડ સમારા કેપિટલે અબજોપતિ કુમાર મંગલમ બિરલાની સુપરમાર્કેટ ચેન ‘More’ ખરીદી લીધી હોવાનો અહેવાલ છે.

આ સોદો રૂ. 4,200 કરોડમાં થયો હોવાનું કહેવાય છે.

ભારતીય રીટેલ બિઝનેસ ક્ષેત્રમાં ‘મોર’ ચોથા નંબરે ગણાતી હતી.

‘More’માં સમારા કેપિટલનો 51 ટકાનો મેજોરિટી હિસ્સો હશે. બાકીનો 49 ટકા હિસ્સો એમેઝોન રાખશે.

આદિત્ય બિરલા રીટેલ કંપની ભારતભરમાં 520થી વધારે ‘More’ સ્ટોર ધરાવે છે.