સલમાન છૂટતાં બોલિવૂડના રૂ.600 કરોડ ડૂબતાં બચી ગયાં

નવી દિલ્હી– કાળીયાર શિકાર મામલામાં જોધપુરની સેશન્સ કોર્ટે અભિનેતા સલમાનખાનને જામીન આપી દીધા છે. હવે સલમાન જેલની બહાર આવી ગયા છે. સલમાનને જામીન મળી જતાં બોલિવૂડના ડીરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સે રાહતનો શ્વાસ લીધો છે. સલમાનખાન પર ફિલ્મો અન જાહેરાત સિવાય નાના પડદા સહિત બોલિવૂડને અંદાજિત કુલ રૂપિયા 600 કરોડનો દાવ લાગેલો હતો. પણ હવે સલમાન જેલમાંથી બહાર આવતાં આ રૂપિયા 600 કરોડ ડૂબતાં બચી ગયાં છે.સલમાનખાન હાલ રેસ 3, કિક 2, દબંગ 3 અને ભારત ફિલ્મોમાં કામ ચાલી રહ્યું છે. સલમાનના જેલમાં જવાથી ટીવીવાળાઓનો પણ શ્વાસ અટકી ગયો હતો. સલમાન હવે ઝડપથી દસ કા દમ શો શરૂ કરવા જઈ રહ્યો છે. સલમાન 8 વર્ષ પછી આ શો લઈને આવે છે. સલમાનને લઈને હમણાં જ પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. એક રીપોર્ટ અનુસાર સલમાન 26 એપિસોડ માટે કુલ 78 કરોડ રૂપિયા લેવાનો છે. આ હિસાબે જોઈએ તો સલમાન એક એપિસોડના રૂપિયા 3 કરોડની ફી વસૂલે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]