ડ્રાઈવિંગ લાઈસન્સની કાયદેસરતા 31-માર્ચ, 2021 સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ (DC), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને વાહનની પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટ જેવા વાહનો સાથે સંકળાયેલા દસ્તાવેજોની કાયદેસરતાને 31 માર્ચ, 2021 સુધી લંબાવી છે. કોરોના વાઈરસને કારણે લોકોના જનજીવન તથા સરકારી કામકાજોને પડેલી માઠી અસરને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

આ નિર્ણયને કારણે જે લોકોના ઉક્ત દસ્તાવેજોની મુદત 2020ના ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ, 2021 વચ્ચેના દિવસોમાં પૂરી થઈ ગઈ હોય કે પૂરી થવાની હોય તો એમણે હાલ ચિંતા કરવાની જરૂર નથી. આ દસ્તાવેજો 2021ની 31 માર્ચ સુધી કાયદેસર ગણાશે. સ્કૂલ બસ ઓપરેટરો સહિત કમર્શિયલ વાહનમાલિકોએ દસ્તાવેજો રીન્યૂ કરવા માટેની મુદત લંબાવવાની સરકારને અપીલ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]