ડેન, હૈથવે બાદ GTPL ને ખરીદશે RIL!

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં દબદબો રાખનારી જીટીપીએલ હૈથવેને પણ ખરીદી શકે છે. કંપની આ પહેલા દેશના બે સૌથી મોટા કેબલ ટીવી અને બ્રોડબેંડ સર્વિસ પ્રોવાઈડર્સ-હૈથવે કેબલ અને ડેન નેટવર્ક્સને ખરીદવાની જાહેરાત કરી ચૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રિલાયન્સે જીટીપીએલ હૈથવેમાં કંટ્રોલિંગ સ્ટેકને ખરીદવા માટે કંપનીના પ્રમોટર્સ સાથે વાતચીત શરુ કરી દીધી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હૈથવે અને ડેન બાદ રિલાયન્સને રીજનલ લેવલ પર મજબૂત એમએસઓને પણ ખરીદવું જરુરી છે. હૈથવેના કારણે રિલાયન્સને પહેલા જ કંપનીમાં 20 ટકાની ભાગીદારી પ્રાપ્ત થઈ છે. આ સોદા પર વાતચીત અત્યારે શરુઆતી દોરમાં છે અને ઓપન ઓફર બાદ આની જાહેરાત કરવામાં આવી શકે છે.

રહેજા ગ્રુપની હૈથવે પાસે જીટીપીએલ હૈથવેમાં 37.3 ટકાની ભાગીદારી છે. હૈથવેની 51.3 ટકા ભાગીદારીને 2,940 કરોડમાં ખરીદવાની સાથે રિલાયન્સને જીટીપીએલ હૈથવેની 19 ટકા ભાગીદારી પ્રાપ્ત થઈ ગઈ છે. સેબીની ગાઈડલાઈન્સ અનુસાર રિલાયંસે 82.65 રુપિયા પ્રતિ શેરની કીંમત પર 25.64 ટકા શેરને ખરીદવા માટે ઓપન ઓફરની પણ જાહેરાત કરી છે જેના પર કંપની કુલ 238.37 કરોડ રુપિયા ખર્ચ કરશે. જીટીપીએલ હૈથવે દેશની દિગ્ગજ એમએસઓમાં સમાવિષ્ટ છે જેની પાસે 76 લાખ એક્ટિવ ડિજિટલ કેબલ સબ્સક્રાઈબર્સ છે.

કંપનીનો ગુજરાતમાં દબદબો છે જ્યાં તેની પાસે 67 પર્સેન્ટ માર્કેટ શેર અથવા 40 લાખ સબ્સક્રાઈબર્સ છે. તો આ સાથે જ આ 24 ટકા માર્કેટ શેર સાથે પશ્ચિમ બંગાળની બીજી સૌથી મોટી કંપની છે. અત્યારે કંપનીની દેશના 11 રાજ્યોના 500 શહેરોમાં પહોંચ છે. તે 20 હજાર લોકલ કેબલ ઓપરેટર્સ સાથે કામ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]