રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની: લિંક્ડઇન

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની હોવાનું લિંક્ડઇન દ્વારા જણાવવામાં આવ્યું છે.કંપની કટોકટીમાં મૂકાયેલા તેના કર્મચારી અને તેમના કુટુંબોને મદદ કરવા ચોવીસે કલાક તત્પર, લિંક્ડઇન એડિટર્સ (ઇન્ડિયા) ૨૦૧૯નો અહેવાલમાં આમ જણાવવામાં આવ્યું છે.રોફેશનલ્સ માટેનું ઓનલાઇન સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ લિંક્ડઇન ‘ટોપ કંપની ૨૦૧૯: વેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ’ તેવો અહેવાલ લઈ આવ્યું છે. આ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ટેન લિસ્ટમાં સ્થાન પામતી એકમાત્ર કંપની છે. લિંક્ડઇન એડિટર્સ (ઇન્ડિયા)ના બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રિલાયન્સ દેશની એવી સૌથી મોટી કંપનીઓમાં એક છે જેના કુલ ૨૯,૫૦૦ કર્મચારીઓ છે.

આમ વધુ એક વર્ષ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિંક્ડઇન રિપોર્ટમાં સ્થાન પામી છે. ૨૦૧૯ લિંક્ડઇન ટોપ કંપનીઝ યાદી ટોચની ૨૫ કંપનીઓ દર્શાવે છે જેમા ભારતીયો કામ કરવા માંગે છે અને ત્યાં જ વળગી રહેવા માંગે છે. પોર્ટલનું કહેવું છે કે દર વર્ષે તેના એડિટરો અને ડેટા સાયન્ટિસ્ટો લિંક્ડઇનના સભ્યો દ્વારા લેવાતા કેટલાય પગલા વિશ્વની કવર ન કરાયેલી કંપનીઓને આકર્ષે છે, જ્યાં નોકરી વાંછુકો નોકરી કરવા ઇચ્છુક હોવાની સાથે તેમની પ્રતિભા દર્શાવવા માંગે છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને રિલાયન્સ જિયોની હોલ્ડિંગ કંપની રિલાયન્સ કર્મચારીઓને તાકીદે સહાયમાં સૌથી શ્રેષ્ઠ છે, તેમ અહેવાલ જણાવે છે. કંપની કર્મચારીઓ અને તેના કુટુંબીઓને કટોકટીના સમયમાં ચોવીસ કલાક મદદ કરવા તત્પર રહે છે, તેમા મેડિકલ ઇમરજન્સી, માર્ગ અકસ્માતો અને આગનો સમાવેશ થાય છે, એમ તેણે જણાવ્યું હતું.

એનર્જી મટીરિયલ, રિટેલ અને ટેક્નોલોજી કંપની રિલાયન્સ ટૂંક સમયમાં ઇ-કોમર્સ કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે, તેમ અહેવાલે જણાવ્યું હતું. લિંક્ડઇને તેના ભારત ખાતેના સભ્યોની મદદથી ચાર મુખ્ય આધારસ્તંભો દ્વારા તેનું વિશ્લેષણ કર્યુ છે. તેમા કંપનીનું હિત, કંપનીનું કર્મચારીઓ સાથે જોડાણ, નોકરીની માંગ અને કર્મચારીની જાળવણી.

આ યાદીમાં સ્થાન પામનારી રિલાયન્સ સિવાયની કંપનીઓમાં ફ્લિપકાર્ટ (વોલમાર્ટ), એમેઝોન, ઓયો, વન૯૭ કમ્યુનિકેશન્સ, ઉબેર, સ્વિગ્ગી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઝોમાટો, આલ્ફાબેટ, ઇવાય, એડોબ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, યસ બેન્ક, આઇબીએમ, ડૈમલેર એજી, ફ્રેશવર્ક્સ, એક્સ્ચેન્ચર, ઓલા, આઇસીઆઇસીઆઇ બેન્ક, પીડબલ્યુસી ઇન્ડિા, કેપીએમજી ઇન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ઓરેકલ અને ક્વોલકોમનો સમાવેશ થાય છે.

ટોચની ૨૫ કંપનીઓમાં ફક્ત રિલાયન્સ જ ભારતની સૌથી જૂની કંપની છે. બાકીની બધી કંપનીઓ એકદમ નવી છે. આ માપદડમાં ખરા ઉતરવા માટે પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી કમસેકમ ૫૦૦ કર્મચારીઓ હોવા જરૂરી છે અને તેઓએ છેલ્લા ૧૨ મહિના દરમિયાન સ્થિર કે હકારાત્મક કર્મચારી વૃદ્ધિદર નોંધાવ્યો હોવો જરૂરી છે, તેમ અહેવાલે જણાવ્યું હતું.