રેવન્યૂ ડિપાર્ટમેન્ટ FASTag થી લિંક કરશે ઈ-વે બિલ, લાગશે લગામ

નવી દિલ્હીઃ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ ઈ-વે બિલને એનએચએઆઈના ફાસ્ટૈગ સિસ્ટમથી લિંક કરશે. ઈ-વે બિલને દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરના ફાસ્ટેગ અને લોજિસ્ટિક્સ ડેટા બેંક સાથે જોડવામાં આવશે જેથી ગુડ્સની આવન જાવન તેજ થઈ શકે અને ટેક્સ ચોરીને રોકી શકાય. પ્રાપ્ત વિગતો અનુસાર આ પ્રપોઝલ દ્વારા દેશની લોજિસ્ટિક્સ સિસ્ટમ સુધરશે.

ઈ-વે બિલને ફાસ્ટેગ સિસ્ટમ સાથે જોડવાના પ્રપોઝલ પર રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. અત્યારે અલગ-અલગ વિભાગોમાં ઈ-વે બિલ, ગુડ્સ અને વ્હીકલની જાણકારી શેર ન થઈ શકવાના કારણે ગુડ્સ અને વ્હીકલની આવાજાહીનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ નથી થઈ રહ્યું. આની સીધી અસર દેશના ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ પર પડી રહી છે કારણ કે આનાથી કંપનીઓની લોજિસ્ટિક્સ કોસ્ટ વધી ગઈ છે.

ઈ-વે બિલ સિસ્ટમના ફાસ્ટેગ અને એલડીબી સાથે જોડાવાથી ટેક્સ કલેક્શન વધશે કારણકે આનાથી ટેક્સ ચોરી ઓછી થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલ કલેક્શન પોઈન્ટ પર ફાસ્ટેગ લગાવેલા છે. ઈ-વે બિલના ફાસ્ટેગ સાથે જોડાવા પર રેવન્યૂ ઓથોરિટીને વ્હીકલને ટ્રેક કરવામાં મદદ પ્રાપ્ત થશે. તો આ સાથે જ એ વાતની પણ જાણકારી મળશે કે ટ્રાન્સપોર્ટરે સામાન પહોંચાડવા માટે જેટલા દિવસની લિમિટની જાણકારી ઈ-વે બિલમાં આપી છે તેટલા જ દિવસમાં ગુડ્સ પહોંચ્યું છે કે નથી? અધિકારીઓ અનુસાર આનાથી જીએસટી ટેક્સ ચોરી રોકવામાં મદદ પ્રાપ્ત થશે કારણ કે અત્યારે ઘણા ટ્રેડર્સ સપ્લાય ચેનના લૂપહોલ્સનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ઈ-વે બિલ દેશભરમાં 1 એપ્રિલ 2018થી લાગૂ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના ઈ-વે બિલ અંતર્ગત 50 હજાર રુપિયાથી વધારેની અમાઉન્ટના પ્રોડક્ટની રાજ્ય અથવા રાજ્યથી બહાર ટ્રાન્સપોર્ટેશન અથવા ડિલીવરી માટે સરકારને પહેલા જ ઓનલાઈન સજીસ્ટ્રેશન દ્વારા જણાવવું પડશે. આ અંતર્ગત ઈ-વે બિલ જનરેટ કરવાનું રહેશે જે 1 થી 20 દિન સુધી માન્ય હોય છે. આ માન્યતા પ્રોડક્ટ લઈ જવાની દૂરીના આધાર પર નક્કી થાય છે. જેમ કે 100 કિલોમીટરની સુધીની દૂરી માટે 1 દિવસનું ઈ-વે બિલ બનશે જ્યારે 1,000 કિલોમીટરથી વધારેના અંતર માટે 15 થી 20 દિવસનું ઈ-વે બિલ બનશે. ટ્રાન્સપોર્ટરને ચેકિંગના સમયે આ ઈ-વે બિલ ચેક પોસ્ટ પર બતાવવાનું હોય છે.