ફ્લિપકાર્ટ, એમેઝોનને મોટી ટક્કર આપશે રીલાયન્સ રીટેલ

નવી દિલ્હીઃ વોલમાર્ટ માલિકીની ફ્લિપકાર્ટ અને એમેઝોનને આવનારા થોડા સમયમાં જ મુકેશ અંબાણીની રીલાયંસ રીટેલ કંપની દ્વારા જોરદાર કોમ્પિટીશનનો સામનો કરવો પડી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશની સૌથી મોટી બ્રિક એન્ડ મોર્ટાર રિટેલ ચેન રીલાયંસ રિટેલે સ્માર્ટફોન, ટેલીવિઝન, રેફ્રિજરેટર્સ અને એર કંડીશન્સના ઓનલાઈન સેલિંગ માટે પોતાનું ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ ઈ કોમર્સ પ્લેટફોર્મ રીલાયંસ ડિજિટલનું ઓનલાઈન વર્ઝન હશે કે જે દેશની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ રીટેલર છે. સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનો દેશના ઈ કોમર્સ માર્કેટમાં સૌથી મોટો ફાળો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓનો 55 થી 60 ટકા બીઝનેસ આ જ બે કેટેગરીમાંથી આવે છે. રીલાયંસ આવનારી ફેસ્ટિવ સીઝનમાં સ્માર્ટફોન, ટેલિવિઝન, અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના ઓનલાઈન સેલિંગમાં મોટા પ્રમાણમાં માર્કેટ શેર પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે.

આના માટે કંપની કોમ્પિટિટીવ પ્રાઈઝ અને ઈ-કોમર્સની બંન્ને મોટી કંપની સાથે મળતી આવતી ડીલ્સ ઓફર કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર રીલાયંસ બીજી ઓનલાઈન કંપનીઓની જેમ જ સમય સમય પર કેટલીક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરશે. તો આ સાથે જ કંપની પોતાની બાકીની પ્રોડક્ટ્સને રીલાયંસ ડિજિટલના ઓફલાઈન સ્ટોર્સની કીંમતો જેટલા જ ભાવમાં વેચશે.

મહત્વની વાત એ પણ છે કે રીલાયંસ ડિજિટલે પહેલા જ પોતાના ઓફલાઈન સ્ટોર્સ માટે ખાસ્સી એટ્રેક્ટિવ પ્રાઈઝીંગ રાખી છે જે અત્યારે માર્કેટમાં સૌથી ઓછી છે. તો આ સાથે જ એલજી, સેમસંગ, સોની, શાઓમી, પેનાસોનિક વગેરે જેવી મોટી બ્રાંડ મોટાભાગના ઓનલાઈન ડિસ્કાઉન્ટને પોતેજ કંટ્રોલ કરી રહી છે. ત્યારે આવામાં એમેઝોન અને ફ્લિપકાર્ટને આ પ્રાઈઝ મામલે મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]