રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 50 લાખ કિરાણા સ્ટોર્સને બનાવશે ડિજિટલ: રિપોર્ટ

નવી દિલ્હી– મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (RIL)ની ઓનલાઈન રિટેલ માર્કેટમાં એન્ટ્રીથી ડિજિટલ રિટેલ સ્ટોરની સંખ્યા 2023 સુધીમાં 50 લાખથી વધુ થઈ જશે. હાલમાં આ સંખ્યા 15 હજાર છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

દેશનું રિટેલ બજાર અંદાજે 700 અબજ ડોલરનું છે. જેમાંથી 90 ટકા ભાગીદારી અસંગઠિત ક્ષેત્રની છે. અસંગઠિત ક્ષેત્રમાં મોટાભાગે મોહલ્લાઓ (નાની શેરીઓ,પોળો) સ્થિત કરિયાણા દુકાનોની હિસ્સેદારી છે. આ કિરાણા સ્ટોર તેમની ટેકનીક અપગ્રેડ કરવા માગે છે, જેથી ડિજિટાઇઝેશનમાં ગતિ આવી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ આધુનિક વેપાર અને ઈ વાણિજ્યની વધતી જતી પ્રતિસ્પર્ધાને કારણે છે. જીએસટી અમલીકરણે પણ ઉત્પ્રેરક તરીકે કામ કર્યું છે, જેથી આધુનિકરણનું દબાણ વધ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વનું સૌથી મોટું ઓનલાઈન ટૂ ઓફલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરવા પર કામ કરી રહી છે. રિલાયન્સ નાની બજારો સ્થિત કિરાણા દુકાનોને જિઓ મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ મારફતે તેમના 4જી નેટવર્ક સાથે જોડવાના અવસર શોધી રહી છે. તેનો ઉપયોગ ગ્રાહકોને સપ્લાય પૂરી પાડવા માટે કરવામાં આવશે.

રિલાયન્સ આ શ્રેણીમાં સ્નેપબીઝ, નુક્કડ શોપ્સ અને ગોફ્રુગલ જેવી કંપનીઓને સાથે સ્પર્ધા કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ માત્ર 3 હજાર રૂપિયામાં મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ મશીન આપી રહ્યું છે. જ્યારે સ્નેપબીઝ આ માટે 50 હજાર રૂપિયાનો ચાર્જ વસૂલે છે.

નૂક્કડ શોપ્સના મશીનો 30 હજાર રૂપિયાથી 55 હજાર રૂપિયાના ખર્ચ સાથે મળે છે. જ્યારે ગોફ્રુગલ માટે 15 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમારું માનવું છે કે, આ સેક્ટરમાં રિલાયન્સની હાજરીથી દુકાનદારોને ડિજિટાઇઝેશન કરવાની પ્રક્રિયા જડપી બનશે,કારણ કે, પોઈન્ટ ઓફ સેલ મશીનનો ખર્ચ ઘણો ઓછો થશે. કુલ મળીને અમને વિશ્વાસ છે કે, રિલાયન્સ હાલના 15 હજાર ડિજિટલ સ્ટોરની સંખ્યા 2023 સુધીમાં વધારીને 50 લાખને પાર કરી દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]