રીલાયન્સ JioCoin લાવવાની તૈયારીમાં…?

મુંબઈ- હાલના સમયમાં બિટકોઇનને લઇને ભારે ચર્ચાવિવાદ જોવાસાંભળવા મળી રહ્યાં છે કે આ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય તેજ ગતિએ વધ્યું છે અને જેતે વ્યક્તિએ કરોડો રુપિયા કમાયાં. આ બિટકોઇનમાં હવે દિગ્ગજ કોર્પોરેટ રીલાયન્સ ઝૂકાવી રહી છે.રીલાયન્સ જિઓ એ જે રીતે ટેલીકોમમાં એન્ટ્રી સાથે ધમાલ મચાવી હતી તેમ હવે જિયો બિટકોઇનની જેમ ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારી કરી રહી છે.  એક રીપોર્ટમાં જણાવાયાં પ્રમાણે મૂકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી JioCoin પ્રોજેક્ટ લીડ કરી રહ્યાં છે. આ ટીમમાં 50 યંગ પ્રોફેશનલ્સ છે અને બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે. બ્લોકચેન એક એવી ટેકનોલોજી છે જેનાથી બિટકોઇન કારોબાર ચાલે છે.ભારતમાં ક્રિપ્ટોરકરન્સી કાયદામાન્ય નથી પણ જિઓ દ્વારા તૈયારીને જોઇ માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં લીગલ કરવામાં આવી શકે છે. ભારતમાં હાલમાં બિટકોઇનથી રુપિયા કમાવા જેબ પે નામના એક એપ દ્વારા ખરીદવેચાણ કરાય છે. રીલાયન્સ દ્વારા જોકે આ વિશે કોઇ માહિતી બહાર પાડવામાં આવી નથી.