રીલાયન્સ જિઓને મળ્યો GLOMO એવોર્ડ, ગ્રાહકોને ગીફ્ટ કર્યો 10GB ડેટા

નવી દિલ્હીઃ રીલાયંસ જિઓને 2018નો પ્રતિષ્ઠિત ગ્લોબલ એવોર્ડ્સ મળ્યો છે. બાર્સિલોનામાં આયોજિત મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આની જાહેરાત કરવામાં આવી છે. આ ખુશીમાં જિઓએ પોતાના ગ્રાહકોને ફ્રી 10GB ડેટા આપવાની જાહેરાત કરી છે. જિઓએ પોતાના ગ્રાહકોને મેસેજ અને એપ નોટિફિકેશન દ્વારા પોતાના ગ્રાહકોને આ જાણકારી આપી છે.

મેસેજમાં લખવામાં આવ્યું છે કે જિઓ ટીવીએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં બેસ્ટ મોબાઈલ વીડિયો કોન્ટેન્ટનો પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઈલ એવોર્ડ 2018 જીત્યો છે. અમને વૈશ્વિક મંચ પર આટલી ઉંચાઈ સુધી પહોંચાડવા માટે આપનો ધન્યવાદ. આપના ઉત્સાહમાં વધારો કરવા માટે માટે અમે આપના એકાઉંટમાં 10GB ડેટા એડ કર્યો છે.

આ વખતે GLOMO એવોર્ડ્સ જીતનારી ભારતની એકમાત્ર કંપની રીલાયન્સ જિઓ રહી છે. તેને અમેરિકી ટેક્નોલોજી કંપની સિસ્કો સાથે બેસ્ટ મોબાઈલ ઓપરેટર સર્વિસ ફોર કન્ઝ્યુમર્સનો એવોર્ડ મળ્યો છે. તો આ સિવાય કંપનીની જિઓ ટીવી એપ્લિકેશનને પણ બેસ્ટ મોબાઈલ વિડિયો કોન્ટેન્ટ સર્વિસનો એવોર્ડ મળ્યો છે.

એવોર્ડ્સ જીતવાની ખુશીમાં જિઓએ જણાવ્ચું કે અમે સિસ્કો સાથે સારા પ્રયાસથી આ પ્રતિષ્ઠિત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરીને ખરેખર ઉત્સાહિત છીએ. આ જીત માત્ર જિઓની નહી પરંતુ ભારતની જીત છે. વર્ષ 2018નો GLOMO એવોર્ડ મેળવનારી અન્ય કંપનીઓમાં સેમસંગ, સિસ્કો, એપલ, માઈક્રોસોફ્ટ અને જેડટીઈના નામોનો પણ સમાવેશ થાય છે. તમને પણ જિઓનો 10 જીબી ડેટા ગિફ્ટમાં મળ્યો છે કે નહીં તે તમે રાલાયંસ જિઓ એપના My Plans માં જઈને ચેક કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]