ઘરેણાંઓમાં હમ્પીની ટેમ્પલ ડિઝાઈન, અખાત્રીજ ઓફર લાવી રીલાયન્સ જ્વેલ્સ

મુંબઈઃ અખાત્રીજે ખરીદેલું સોનું અક્ષુણ્ય રહે છે તેવી માન્યતાના કારણે આપણાં દેશમાં આ દિવસે સોનાની ખરીદી લોકો માટે મોટો અવસર બની જાય છે. જેને એન્કેશ કરવા માટે આ ક્ષેત્રના દિગ્ગજ જ્વેલ્સ સ્ટોર્સ પણ કોઇ કસર છોડતાં નથી. રીલાયન્સ જ્વેલ્સ આ અખાત્રીજે ગ્રાહકોને આકર્ષવા ટેમ્પલ ડિઝાઇન્સમાં હમ્પીના મંદિરોની આકૃતિઓને લઇ આવી આકર્ષક ઓફર રજૂ કરી છે.ભારતમાં સૌથી સેલિબ્રેટેડ હેરિટેજ સાઇટ્સમાંથી પ્રેરણા લઈને રીલાયન્સ જ્વેલ્સ તેના નવા કલેક્શન અપૂર્વમ સાથે આવી છે. અપૂર્વમ અત્યંત અનોખી રીતે ડિઝાઇન ટેમ્પલ ગોલ્ડ જ્વેલરીનો આગવો સંગ્રહ છે, જે ઉચ્ચસ્તરીય કલા કારીગરી અને ભારતીય વારસો ધરાવે છે.

બ્રાન્ડ ન્યૂ અપૂર્વમ કલેક્શન દક્ષિણ અને પશ્ચિમ ભારતના અત્યંત પ્રતિષ્ઠિત અને મહત્વના ઐતિહાસિક સ્મારકોમાંથી પ્રેરણા લઈને કરવામાં આવ્યું છે. અપૂર્વમ કલેક્શનના દરેક નંગમાં અત્યંત બારીક અને આગવી નક્કાશી કરવામાં આવી છે અને તેના લીધે તે એકદમ અનોખું છે તથા લગ્નો, કૌટુંબિક ગેધરિંગ અને તહેવારોમાં પહેરવા માટે એકદમ પરફેક્ટ છે. આ કલેક્શન રીલાયન્સ જ્વેલ્સના બધા શો-રૂમમાં ઉપલબ્ધ છે. આ કલેક્શનને વધારે રોમાંચક બનાવતા તેની ખાસ અખાત્રીજ ઓફર પણ છે, જેમા ગ્રાહકોને સોનાના ઘરેણાની બનાવટના ચાર્જિસમાં ૨૫ ટકાની ફ્લેટ રાહત આપવામાં આવી છે અને ડાયમંડ જ્વેલરીમાં ૨૫ ટકા સુધીની રાહત અપાઈ છે. આ યોજના ૭ મે ૨૦૧૯ સુધી જ છે.યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ હમ્પી તેના નવા કલેક્શનનો મૂળ પ્રેરણાસ્ત્રોત છે, અપૂર્વમ ટેમ્પલ કલેક્શન આઉટર ફોર્મનું પ્રતિબિંબ પાડે છે અને તેનું અત્યંત બારીક નક્શીકામ હમ્પીની વાઇડર સ્પ્રેડ સાઇટ પર આવેલા વિજય વિઠ્ઠલા મંદિરના પ્રવેશ દરવાજા પરના વિશેષ નકશીકામમાંથી પ્રેરણા લઈ બનાવાઈ છે. લોટસ મહલના આગવા કમાનવાળા દરવાજા, એલિફન્ટ સ્ટેબલના અગિયાર ડોમ અને પુષ્કરનું પવિત્ર પાણી તથા કલેક્શનના અન્ય એકમો આ ડિઝાઇન માટેના પ્રેરણાસ્ત્રોત છે.

હમ્પી ઉપરાંત કેટલાક બીજા સ્મારકોએ પણ આ ડિઝાઇનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ચેન્ના કેશવા ટેમ્પલ બેલુરનો પ્રભાવ આ ડિઝાઇન પર છે. મંદિરના બેઝના ચાર સ્તર અને હાથી, ઘોડા અને મહામૂલો શણગાર આ કલેક્શનનો પ્રેરણાસ્ત્રોત છે. આ સિવાય ભુવનેશ્વરીના પ્રસિદ્ધ મંદિરના ડોમ અને મંદિરના અંદરની સિલિંગ પરના ચિત્રોનું તેમાં પ્રતિબિંબ પડે છે. તેમા ઇન્વર્ટેડ લોટસ કલેક્શનમાં જોઈ શકાય છે. દશાવતારમ મંદિરના એન્ટ્રન્સ પર તેને કોતરવામાં આવ્યું છે અને મંદિરની અંદર તથા કેટલાક નૃત્યોના ચિત્રો ત્યાં રજૂ કરાયા છે, જે બધી બાબતોને આ કલેક્શનની સાથે અદભૂત રીતે જોડવામાં આવી છે.રીલાયન્સ જ્વેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રીલાયન્સ જ્વેલ  હંમેશા તેના લોકોને શ્રેષ્ઠ આપવા પ્રયત્નશીલ રહે છે અને તેમા પણ સીઝનમાં અખાત્રીજના દિવસે અમે અત્યંત સુંદર કોતરણીકામ કરેલ ટેમ્પલ જ્વેલરી કલેક્શન અપુર્વમ લોન્ચ કર્યુ છે. અમે માનીએ છીએ કે આ કલેક્શનનો દરેક પીસ ડિઝાઇન અને કલાકારીગરીની રીતે માસ્ટર પીસ છે.

રીલાયન્સ જ્વેલ્સ ભારતમાં ૬૬ શહેરોમાં તેની હાજરી ધરાવે છે અને તે તેના ગ્રાહકોને જબરજસ્ત વાતાવરણ, આકર્ષક ડિસ્પ્લે, સમૃદ્ધ શણગાર અને કસ્ટમર આસિસ્ટન્ટ વડે ખરીદીનો રોમાંચક અનુભવ કરાવે છે.રીલાયન્સ જ્વેલ્સ ૬૬ શહેરોમાં સ્ટોર્સ ધરાવે છે અને તે ઝડપથી વિસ્તરણ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]