રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એફ.ટી. આર્સેલરમિત્તલ ‘બોલ્ડનેસ ઇન બિઝનેસ’ એવોર્ડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લંડનમાં યોજાયેલા સમારંભમાં ડ્રાઇવર્સ ઑફ ચેન્જ એવોર્ડ સ્વીકાર્યો

મુંબઈ/લંડન- ભારતમાં નાવિન્યસભર અને પરિવર્તન-પ્રેરક ફેરફારો લાવવા માટે પ્રખ્યાત અને અગ્રણી ઊર્જા, પેટ્રોરસાયણ, ટેક્સટાઇલ, રીટેલ, ટેલીકમ્યુનિકેશન અને ડિજીટલ સેવાઓ પ્રદાન કરતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ને ફાઇનાન્સિયલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ ‘બોલ્ડનેસ ઇન બિઝનેસ એવોર્ડ્સ’માં ડ્રાઇવર્સ ઑફ ચેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સમારંભ ગુરવારે રાત્રે લંડનમાં યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હાઇડ્રોકાર્બન સંશોધન અને ઉત્પાદન, પેટ્રોલિયમ શુધ્ધિકરણ અને વેચાણ, પેટ્રોરસાયણ, રીટેલ અને 4જી ડિજીટલ સેવાઓના ક્ષેત્રમાં ઇન્નોવેશન દ્વારા અદ્વિતીય વૃધ્ધિ માટેની પ્રતિબધ્ધતાની કદર છે. રિલાયન્સની દૂરંદેશીએ આ વ્યવસાયોને વૈશ્વિક સ્તરે નેતૃત્વ મેળવવા તરફ આગેકૂચ કરાવી છે, જેમાં વિશ્વના સૌથી મોટા પોલિયેસ્ટર યાર્ન અને ફાઇબર ઉત્પાદક અને ભારતની પ્રિમિયમ મોબાઇલ અને ડિજીટલ સેવાઓ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ એવોર્ડ’ મેળવ્યા બાદ આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આ સન્માન માટે ફાઇનાન્સિયલ ટાઇમ્સ અને આર્સેલરમિત્તલનો હું આભાર માનું છું. આ સન્માન જિયોના 1,00,000 કરતાં વધારે યુવાન સાથીદારોનું છે, જેઓ આજે ભારતમાં સૌથી શક્તિશાળી ડ્રાઇવર્સ ઑફ ચેન્જ છે. જિયોમાં અમે ભારતના ડિજીટલ સેવાઓના પરિદૃશ્યની નવેસરથી કલ્પના કરીને તેને પુનઃ પરિભાષિત કરી પરિવર્તન માટે કૃત સંકલ્પ છીએ. આજનું સન્માન ભારતને વધારે સારું ભારત અને વિશ્વને વધારે સારું વિશ્વ બનાવવાના અમારા સંકલ્પને વધુ દૃઢ બનાવશે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સના તંત્રી લાયોનલ બાર્બરે આ સિધ્ધિની નોંધ લેતાં જણાવ્યું હતું કે, મૂકેશ અંબાણીએ ઊર્જા આપૂર્તિથી ડિજીટલ સેવાઓ સુધી મોટા પાયા પર પરિવર્તન સિધ્ધ કર્યું છે. તેઓ હકદાર વિજેતા છે.

એફ.ટી. આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ એવોર્ડ્સની આ વર્ષે 10મી વર્ષગાંઠ છે. આ એવોર્ડનો પ્રારંભ ફાઇનાન્સિયલ ટાઇમ્સ દ્વારા વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતા વચ્ચે વ્યવસાયોના ઇન્નોવેશન અને વ્યક્તિની જોખમ લેવાની ક્ષમતાને બિરદાવવા કરવામાં આવ્યો હતો. વિજેતા આર.આઇ.એલ. ઉપરાંત ડ્રાઇવર્સ ઑફ ચેન્જ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલા પાંચ અન્ય વ્યવસાયોમાં જે.એ.બી. હોલ્ડિંગ્સ, કોબાલ્ટ મ્યુઝિક, માર્કાડોલિબ્રે, પ્લાનેટરી રીસોર્સીસ અને સોફ્ટબેન્ક વિઝન ફંડનો સમાવેશ થતો હતો.

આ અગાઉ ડ્રાઇવર્સ ઑફ ચેન્જ એવોર્ડ ડીપમાઇન્ડ ટેકનોલોજીસ (2016), એફ.એ.એન.યુ.સી. (2015), એચ.બી.ઓ.(2014), અલીબાબા (2013, મોન્ડ્રેગન કોર્પોરેશન (2012), એમેઝોન (2011), એપલ (2010) ફિયાટ (2009) અને રેયનેર (2008)ને આપવામાં આવ્યા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]