રીલાયન્સ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઊર્જા કંપની

નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સ્વામીત્વવાળી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઊર્જા કંપની બની ગઈ છે. રીલાયન્સે ગતવર્ષની તુલનામાં આ મામલે પાંચ ક્રમ કૂદાવી આગળ આવી ગઇ છે. પ્રથમ ક્રમાંકે રશિયાની ગેસ ફર્મ ગેજપ્રોમ અને બીજા નંબરે જર્મનીની ઈ.ઓન કંપની છે. પ્લૈટ્સની શીર્ષ 250 જેટલી ગ્લોબલ એનર્જી કંપની રેંકિંગ અનુસાર સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના લિસ્ટમાં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરવા માટે સફળ રહી છે. ઈન્ડિયન ઓઈલને સાતમું સ્થાન મળ્યું છે.


ઓઈલ એંડ નેચરલ ગેસ કોર્પને 2017ની સૂચીમાં 11મું સ્થાન મળ્યું છે જ્યારે 2016માં 20મા સ્થાન પર તે હતી. પ્લૈટ્સે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી 14 ભારતીય કંપનીઓ એસ એન્ડ પી ગ્લોબલ પ્લેટ્સ ટોચની 250 કંપનીના રેંકિંગમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે સફળ રહી છે, જે ગત વર્ષની તુલનામાં એક પોઈન્ટ ઓછું છે. દુનિયાની સૌથી મોટી ઓઈલ સંશોધન માટેની માલિકી હક્ક રાખનારી રીલાયન્સને ગતવર્ષે આ સૂચિમાં આઠમું સ્થાન પ્રાપ્ત થયું હતુ.

કોલ ઈન્ડિયા લિમિટેડ એકમાત્ર એવી ભારતીય કંપની છે જેની રેકિંગમાં ઘટાડો થયો છે. વર્ષ 2017માં કોલ ઈન્ડિયાને 45મું સ્થાન પ્રાપ્ત થયું છે, જ્યારે 2016માં તે 38મા સ્થાન પર હતી. આ વર્ષે સૌથી વધારે આગળ વધનારી કંપની જર્મનીની ઈ.ઓન છે. તે 112 સ્થાનની છલાંગ લગાવીને 114 સ્થાનથી સીધી જ બીજા સ્થાન પર પહોંચી ગઈ છે.

એસ એન્ડ પી ગ્લોબલ પ્લેટ્સ દ્વારા પ્રકાશિત વાર્ષિક ટોપ 250માં ચાર પ્રમુખ મેટ્રિક્સ, એસેટ્સ વેલ્યુ, રેવન્યુ, પ્રોફિટ અને રીટર્ન ઈનવેસમેન્ટનો ઉપયોગ કરતા નાણાકીય પ્રદર્શનના આધાર પર કંપનીઓને સ્થાન આપે છે. સૂચિમાં શામેલ તમામ કંપનીઓની સંપત્તિ 5.5 અબજ ડોલરથી વધારે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]