દીવાળી ટાણે નહીં રહે કેશની ખેંચતાણ, આરબીઆઈ સીસ્ટમમાં નાંખશે આટલા રુપિયા

નવી દિલ્હીઃ આ વર્ષે દીવાળીના અવસર પર બજારમાં પૈસા જ પૈસા હશે. રિઝર્વ બેંક બેંકોને નવેમ્બરમાં 40 હજાર કરોડ રુપિયા આપવા જઈ રહી છે. આનાથી બેંકો પાસે પર્યાપ્ત માત્રામાં કેશ હશે અને તે ઘર અને કાર ખરીદવા માટે લોન લેનારા ગ્રાહકને સરળતાથી લોન આપી શકશે. તો આ સીવાય સામાન્ય લોકો પણ એટીએમમાંથી સરળતાથી કેશ વીડ્રોલ કરી શકશે અને દીવાળી ટાણે કેશ મામલે ક્યાંય, કોઈને, કશી તકલીફ નહી પડે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે અમારું અનુમાન છે કે આવનારા દિવસોમાં બજારમાં પૈસાની જરુર પડશે. અને એટલા માટે જ ઓએમઓ અંતર્ગત નવેમ્બરમાં 40 હજાર કરોડ રુપિયાની સરકારી સીક્યોરિટીઝ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક આ પૈસા સિસ્ટમમાં નાંખશે જેનાથી બજારમાં કેશનો પ્રવાહ વધશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]