કરિયાણાંની દુકાન પરથી લઈ શકાશે ATMની જેમ રોકડઃ RBIનો રીપોર્ટ…

નવી દિલ્હીઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે આરબીઆઈ દ્વારા ગઠિત એક સમિતિએ નાના શહેરો અથવા સબઅર્બન ક્ષેત્રોમાં દુકાનદારો દ્વારા રોકડ આપૂર્તિની ભલામણ કરી છે. સમિતિનું માનવું છે કે એટીએમ મોંઘુ થવાના કારણે બેંક એટીએમ બંધ કરી રહી છે, ત્યારે કરિયાણાંની દુકાન અથવા અન્ય નાની દુકાનો દ્વારા બેંક રોકડ સપ્લાય કરી શકે છે. એ સાથે વ્યાપારીઓને પણ ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરી શકશે.

લંડન નીલકણીની અધ્યક્ષતામાં ગઠિત સમિતિના રિપોર્ટ અનુસાર નવી વ્યવસ્થા કેશ ઈન કેશ આઉટ નેટવર્ક કહેવાશે. આમાં લોકો પોતાના નજીકના રિટેલર પાસેથી ડિજિટલ મનીને કેશમાં બદલાવી શકશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મોડલ કેશ આઉટ સુવિધાઓ માટે ત્રણ કરોડ POS મશીનના રિટેલ પોઈન્ટની જરુરિયાત હશે. અને આમાં મહત્વપૂર્ણ કડી હશે સ્થાનિક કરિયાણા વ્યાપારી. તેઓ નાણાકીય સમાવેશનના આગલા ચરણનું નેતૃત્વ કરશે.

સમિતિની ભલામણ અનુસાર હવે બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે પીઓએસ મશીન પર ફોકસ કરી રહી છે. ગત એક વર્ષમાં 6.4 લાખ મશીનો બેંકોએ વિતરિત કર્યા છે. એટલેકે હવે નાના વ્યાપારીઓ પણ મશીન રાખવા લાગ્યા છે. આ જ મશીન દ્વારા લોકો પોતાના ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરીને દુકાનદાર પાસેથી કેશ લઈ શકશે.  ક્યૂઆર કોડ અને આધાર કાર્ડ દ્વારા પણ આ સુવિધા પ્રાપ્ત કરાવી શકાશે.

વ્યાપારીઓ પાસે રોજ કેશ એકત્ર થાય છે. જેને રોજ બેંક લાવવા લઈ જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે લોકોને જ કેશ આપી દેશે અને સામે પૈસા એકાઉન્ટમાં લઈ લેશે તો પછી બેંકના ધક્કા પણ મટી જશે. આ આખી પ્રક્રિયામાં દુકાનથી બેંક અને પછી બેંકથી એટીએમ સુધી પૈસા લઈ જવામાં થતો ખર્ચ પણ બચી જશે. આનો ફાયદો દુકાનદારોને પીઓએસ દ્વારા થનારી અન્ય ચૂકવણીમાં સર્વિસ ચાર્જ ઓછો કરીને આપી શકાય છે.

રિપોર્ટ અનુસાર નવી વ્યવસ્થાથી એટીએમ પ્રાઈમરી સોર્સની જેમ ઉપયોગમાં લેવાશે. એટલે કે વ્યાપારી કેશ જમા કરાવવા અને લોકોની જરુરિયાતના હિસાબથી કેશ લેવા માટે એટીએમનો ઉપયોગ કરી શકશે. આ એક નવા પ્રકારના ગ્રાહક સેવા કેન્દ્ર બની જશે. તો સમિતિએ બેંકોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ અથવા લેવડદેવડ માટે ચૂકવણી કરવાની પણ ભલામણ કરી છે.