RBI: વિદેશી રોકાણકારો પર લગાવેલા આ પ્રતિબંધને પાછો લીધો

નવી દિલ્હીઃ આરબીઆઈના પ્રતિબંધના કારણે વિદેશી રોકાણકારો અત્યાર સુધી માત્ર એ જ સરકારી અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરી શકતા હતા, જે 3 અથવા વધારે વર્ષના છે પરંતુ આરબીઆઈએ વિદેશી રોકાણકારો પર લગાવવામાં આવેલા પોતાના પ્રતિબંધને પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈએ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે તે પોતાના એ પ્રતિબંધને પાછો લઈ રહી છે કે જેના કારણે વિદેશી રોકાણકારો માત્ર એ જ સરકારી અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરી શકે છે કે જે 3 અથવા વધારે વર્ષના છે. આ પ્રતિબંધને પાછો ખેંચી લેવા પર બોન્ડ માર્કેટને વધારે મજબૂત બનાવી શકાશે. આરબીઆઈએ પોતાનું આ નિવેદન થોડા સમય પહેલા થયેલી બે નિલામીઓમાં વિદેશી રોકાણકારોએ દર્શાવેલા રસ બાદ આપ્યું છે. આના કારણે સોવરન ઋણમાં વૃદ્ધિ થઈ છે.