હવે સાંજે છ વાગ્યા સુધી RTGS થી મોકલી શકાશે પૈસા, આરબીઆઈએ ભર્યું પગલું…

નવી દિલ્હીઃ હવે આપના માટે સારા સમાચાર સામે આવ્યા છે. ફંડ ટ્રાંસફર કરવા માટે હવે આરટીજીએસ સેવાનો ઉપયોગ વધારે સમય માટે કરી શકાશે. આરબીઆઈએ સામાન્ય માણસને રાહત આપતા આ પગલું ભર્યું છે. આરટીજીએસ દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધી ગયો છે. આને વધારીને સાંજે 6 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે.

આ વ્યવસ્થા 1 જૂનથી પ્રભાવી થશે. આરબીઆઈએ આ મામલે અધિસૂચના જાહેર કરી છે. અત્યારે આરટીજીએસ દ્વારા સાંજે સાડા ચાર વાગ્યા સુધી જ ફંડ ટ્રાંસફર કરવાની સુવિધા છે. RTGS નો અર્થ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ એક ખાતામાંથી બીજા ખાતામાં ફંડ ટ્રાંસફર કરવાની વ્યવસ્થા છે. આની મદદથી હેન્ડ ટૂ હેન્ડ પૈસા ટ્રાંસફર થઈ જાય છે. મોટી સંખ્યામાં લોકો આ સુવિધાનો ફાયદો ઉઠાવે છે. આરટીજીએસનો ઉપયોગ મુખ્ય રુપથી મોટી રકમના ટ્રાંસફર માટે થાય છે.

આરટીજીએસને વધારે મૂલ્યના ટ્રાંઝેક્શન માટે સૌથી વધારે ઝડપી માધ્યમ માનવામાં આવે છે. એપ્રિલમાં બેંકો અને ગ્રાહકોએ મળીને કુલ 1.14 કરોડ રુપિયા આરટીજીએસ ટ્રાંઝેક્શન કર્યા હતા. આ ટ્રાંઝેક્શનનું મૂલ્ય 112 કરોડ રુપિયા હતું.

આ અંતર્ગત ન્યૂનતમ 2 લાખ રુપિયા મોકલી શકા છે. વધારે રકમ મોકલવાની મર્યાદા 10 લાખ રુપિયા છે. આરબીઆઈએ પોતાના નોટિફિકેશનમાં કહ્યું કે તેણે આરટીજીએસમાં ગ્રાહકોની લેવડ-દેવડ માટે સમયને સાંજે સાડા ચાર વાગ્યાથી વધારીને સાંજે છ વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે.

આરટીજીએસ અંતર્ગત આ સુવિધા એક જૂનથી મળશે. આરટીજીએસ સીવાય એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલવાનું એક અન્ય લોકપ્રિય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર છે. આમાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે ન્યૂનતમ અને વધારે સીમા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]