આરબીઆઈ બોર્ડની બેઠકમાં સમાધાનના અણસાર નહી ઘણાં મુદ્દે નથી બની સહમતિ

નવી દિલ્હીઃ આરબીઆઈના બોર્ડની બહુપ્રતીક્ષિત બેઠક દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચાલુ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે ઘણા મુદ્દાઓ પર સહમતિ બનવાની આશાઓ રાખવામાં આવી રહી હતી પરંતુ આના અણસાર દેખાઈ રહ્યા નથી. બોર્ડની બેઠકમાં કુલ 19 પ્રસ્તાવો પર ચર્ચા થઈ રહી છે. બેઠકમાં આરબીઆઈથી મોટુ ડિવિડન્ડ આપવાની માંગને લઈને સામે આવી છે.

બેઠક દરમિયાન એનબીએફસી માટે અલગ વિન્ડો આપવાનો આરબીઆઈએ ઈનકાર કર્યો છે. આરબીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે એનબીએફસીને મદદ આપવાનું કામ બેંક કરે. જો કે તે સરકારને વાર્ષિક ડિવિડન્ડ વધારવા પર રાજી થઈ ગઈ છે પરંતુ સરકારને મોટુ ડિવિડન્ડ આપવા પર આરબીઆઈ સહમત નથી. બેંકોને વધારે પૈસા ઉપ્લબ્ધ કરાવવા માટે પણ તેણે સહમતી દર્શાવી છે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન મુદ્દે આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર જ્યાં સુધી બેંકોમાં પૂંજી ન નાંખે ત્યાં સુધી તે પીસીએ નિયમોમાં ઢીલ નહી આપે.

કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કેન્દ્રીય બેંકના બોર્ડમાં પોતાના નામિત સદસ્યો દ્વારા આરબીઆઈ પર પોતાની માંગો પર પ્રસ્તાવ જાહેર કરવાનો દબાવ બનાવી શકે છે. જો કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલનું વલણ જોતા આમ લાગી રહ્યું નથી. આવામાં સરકાર આરબીઆઈ એક્ટના સેક્શન 7નો ઉપયોગ કરતા આરબીઆઈને પોતાની વાત મનાવવા માટે મજબૂર કરી શકે છે. આવી સ્થિતીમાં પટેલ પાસે બે જ વિકલ્પ હશે કે કાં તો તેઓ સરકારની માંગો પર સહમતિ વ્યક્ત કરે અથવા રાજીનામું આપે.

કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ થોડા દિવસો પહેલા સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચેતવી દીધી હતી કે જો તેણે સંસ્થાનની સ્વાયત્તતાને ઠેસ પહોંચાડી તો બજારને આના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ત્યારે આવો તે 10 મુદ્દાઓ પર નજર કરીએ કે જેના પર બન્ને વચ્ચે તલવાર ખેચાયેલી છે.

 

  • કેન્દ્રીય બેંકના ગવર્નર ઉર્જિત પટેલના કાર્યકાળની શરુઆત કેન્દ્ર સરકાર સાથે અત્યંત સૌહાદપૂર્ણ માહોલમાં શરુ થઈ હતી. આરબીઆઈએ કેન્દ્રના નોટબંધીના નિર્ણયનું સમર્થન કર્યું હતું. બાદમાં મુખ્ય વ્યાજદરના મુદ્દે બન્નેના સંબંધોમાં ત્યારે કડવાશ આવવાની શરુ થઈ કે જ્યારે પટેલના નેતૃત્વ વાળી મૌદ્રિક નીતિ સમિતિએ દરો પર નિર્ણય લીધા પહેલા મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ સાથે મુલાકાત કરવાનો ઈનકાર કરી દીધો.

 

  • કેન્દ્ર સરકાર આરબીઆઈ દ્વારા 30 કરોડ રુપિયાના લાભાંશની ચૂકવણીથી હેરાન રહી ગઈ જ્યારે બજેટ 66 હજાર કરોડ રુપિયાનું હતું. આના કારણે નાણા પ્રધાનને કેન્દ્રીય બેંકથી વધારે ચૂકવણીની માંગ કરવી પડી પરંતુ તેણે આમ કરવાનો ઈનકાર કરી દીધો.

 

  • આરબીઆઈએ તમામ લોન રીસ્ટ્રક્ચરિંગ સ્કીમ્સને બેંધ કરી દીધી અને બેંકોથી તમામ સંભવિત નુકસાન માટે ફંડ અલગ કરવા જણાવ્યું પછી ચાહે તે ડિફોલ્ટ એક દિવસનું જ કેમ હોય. સરકાર તેમજ બેંકોએ આરબીઆઈના આ પગલાનો વિરોધ કર્યો છે આ પગલું વ્યવહાર્ય નથી.

 

  • નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા પીએનબી ગોટાળાને પકડવામાં નિષ્ફળ જવા માટે સરકારે આરબીઆઈની કડક આલોચના કરી. આના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ગવર્નરે આરોપ લગાવ્યો કે સરકારી બેંકોના રેગ્યુલેશન માટે સરકાર તેને શક્તિઓ નથી આપી રહી. કેન્દ્રીય નાણા મંત્રાલયે એ કહેતા પલટવાર કર્યો કે આરબીઆઈ પાસે આના માટે પર્યાપ્ત શક્તિઓ હતી અને સરકારી બેંકોના સીઈઓની નિયુક્તિ પર તેનાથી પરામર્શ લેવાયો હતો.

 

  • આરબીઆઈએ અડધા સરકારી બેંકોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના વર્તુળમાં રાખી છે જેના કારણે તેમના પર લોન આપવાને લઈને ઘણા પ્રકારની પાબંદિઓ લાગેલી છે. પીસીએ અંતર્ગત જો બેંકોને લોન આપવી હોય તો સરકારને પહેલા તેમણે રિકેપિટલાઈઝ કરવું પડશે. સરકાર વ્યવસ્થામાં રોકડની કિલ્લતને ધ્યાનમાં રાખતા આરબીઆઈ પર આ પાબંદિઓને હટાવવાનું દબાણ બનાવી રહી છે. આરબીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પીસીએના કારણે જ બેંકોની બૈડ લોન વધવાથી બચી છે.
  • પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007માં સંશોધન કરવા માટે ગઠિત અંતર-મંત્રાલયી સમિતિએ એક પેમેન્ટ રેગ્યુલેટરની નીમણૂંકનો સુઝાવ આપ્યો હતો જે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ પર કેન્દ્રીય બેંકની શક્તિઓને બાયપાસ કરશે. આના પર નારાજગી વ્યક્ત કરતા આરબીઆઈએ જણાવ્યું હતું કે પેમેન્ટ સિસ્ટમ બેંક ડોમિનેટેડ છે અને કેન્દ્રીય બેંક દ્વારા આનું રેગ્યુલેશન ડોમિનૈંટ ઈન્ટરનેશનલ મોડલ છે.

 

  • નચિકેત મોરને તેનો કાર્યકાળ ખતમ થવા પહેલા જ વગર સૂચના આપે બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા. આરબીઆઈના સીઓઓ માટે દિગ્ગજ બેંકર નચિકેત મોર પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની પહેલી પસંદ હતા. નચિકેત મોર સરકાર દ્વારા માંગવામાં આવેલા વધારે લાભાંશનો ખુલીને વિરોધ કરી રહ્યા હતા. સરકાર પર બોર્ડમાં પોતાના પસંદગીના લોકોને ભરવાનો આરોપ લગાવ્યો છે આમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા એસ.ગુરુમૂર્તિ અને સતીશ મરાઠે પણ શામિલ છે.

 

  • તેલ કંપનીઓની ફોરેક્સ જરુરિયાતોને પૂર્ણ કરવા માટે આરબીઆઈ દ્વારા વિશેષ ડોલર વિન્ડો ખોલવા માટે મનાઈ કરવા પર કેન્દ્ર સરકારને કંપનિઓને વિદેશથી લોન લેવાની મંજૂરી આપવા માટે મજબૂર થવું પડ્યું.

 

  • સરકારની નજર આરબીઆઈ પાસે રહેલા વધારે રિઝર્વ પર છે. સરકાર તર્ક આપી રહી છે કે અધિકાંશ અન્ય કેન્દ્રીય બેંક આટલા પૈસા પર નથી બેઠી. હકીકતમાં આરબીઆઈ આ અતિરિક્ત પૈસાને સરકારને આપવા માટે ઈચ્છુક નથી કારણ કે તે આને વિનિમય દરને નિયંત્રિત કરવાનું માધ્યમ માને છે અને તેનું માનવું છે કે સરકાર આનો ઉપયોગ કેન્દ્ર સરકારની રાજકોષીય ખોટને પાટવા માટે ન થવો જોઈએ.