RBI ધીરાણ નીતિઃ રેપો રેટ 0.25 ટકાનો વધારો, લોન બનશે મોંઘી

નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. સીઆરઆરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો છે. રેપો રેટ 0.25 ટકા વધી 6.25 ટકા થયો છે. તેમજ રીવર્સ રેપો રેટ 0.25 ટકા વધી 6 ટકા થયો છે. સીઆરઆરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને સીઆરઆર 4 ટકા યથાવત રખાયો છે. તમામ એમપીસી સભ્યોએ રેપો રેટ વધારવાના પક્ષમાં વોટિંગ કર્યું હતું.

  • આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019 માટે ગ્રોથ અનુમાન 7.4 ટકા યથાવત રાખ્યું છે.
  • એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે જીડીપી ગ્રોથ 7.5 ટકાથી 7.6 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન રજૂ કરાયું છે.
  • ઓકટોબરથી માર્ચની વચ્ચે જીડીપી ગ્રોથ 7.3 ટકાથી 7.4 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે.
  • આરબીઆઈએ મોંઘવારી દર વધારી દીધો છે.
  • એપ્રિલથી સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 4.8 ટકાથી 4.9 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે.
  • ઓકટોબરથી માર્ચની વચ્ચે મોંઘવારી દર 4.7 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું છે.
  • આરબીઆઈએ જાન્યુઆરી-2014 પછી ચાર વર્ષ પછી પહેલી વાર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
  • રેપો રેટમાં વધારાથી હવે લોન લેવી બનશે મોંઘી
  • આગામી દિવસોમાં હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનના ઈએમઆઈમાં વધારો થશે.
  • મોદી સરકારના કાર્યકાળમાં પ્રથમ વાર રેપો રેટમાં વધારો કરાયો છે.
  • આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનિટરી પોલીસી કમિટીની બેઠક ત્રણ દિવસ ચાલી હતી.