10 રૂપિયાના તમામ ડિઝાઈનનાં સિક્કાઓ ચલણમાં કાયદેસર છેઃ રિઝર્વ બેન્ક

મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ચલણમાં મૂકવામાં આવેલા તમામ 14 ડિઝાઈનવાળા 10 રૂપિયાના સિક્કાઓ સોદાઓ માટે માન્ય અને કાયદેસર છે.

કેટલાક વેપારીઓ, દુકાનદારો તથા ઓટોરિક્ષા/ટેક્સીચાલકો 10 રૂપિયાના સિક્કાઓ લેવાની આનાકાની કરે છે એવા અહેવાલો વચ્ચે રિઝર્વ બેન્કે કહ્યું છે કે અમે એવા અહેવાલોની નોંધ લીધી છે. આ સિક્કાઓની સચ્ચાઈ વિશે શંકાને કારણે ઘણા લોકો જાહેર જનતા પાસેથી એ સ્વીકારવાની ના પાડતા હોય છે. પરંતુ 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનવાળા સિક્કાઓ ચલણમાં સોદાઓ માટે માન્ય અને કાયદેસર છે.

રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારી ટંકશાળમાં બનાવવામાં આવેલા સિક્કાઓને જ ચલણમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ સિક્કાઓમાં દેશના વિવિધ આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના અનેક પ્રકારના થીમને પ્રતિબિંબીત કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કે 14 ડિઝાઈનમાં 10 રૂપિયાના સિક્કાઓ બહાર પાડ્યા છે. આ તમામ સિક્કાઓ કાયદેસર રીતે માન્ય છે અને સોદાઓ માટે સ્વીકારી શકાય છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને પણ કહ્યું છે કે એમણે સોદાઓ માટે સિક્કાઓને સ્વીકારવા અને તેમની શાખાઓમાં એક્સચેન્જ પણ કરવા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]