ચીનની કંપનીમાં 1000 કરોડનું રોકાણ કરશે રતન ટાટા

નવી દિલ્હીઃ દુનિયાની મોટી ટેક્નોલોજી કંપની અને ચીનના અલીબાબા ગ્રુપની સહયોગી એંટ ફાઈનાન્શિયલ સર્વિસીઝમાં રતન ટાટાનું વેન્ચર ફંડ RNT કેપિટલ એડવાઈઝર્સ લગભગ 1008 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. RNT કેપિટલને યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનું ઈન્વેસમેન્ટ યૂનિટનું ફન્ડિંગ પણ પ્રાપ્ત છે.672-806 અરબ રૂપિયાના ફન્ડિંગ રાઉન્ડનો ભાગ હશે. આમાં કંપનીની વેલ્યૂ લગભગ 10,080 અબજ રુપિયા થવાની શક્યતાઓ છે. આનાથી આ વેલ્યુએશનની દ્રષ્ટીએ એપ્લિકેશનના માધ્યમથી કેબ સર્વિસીઝ આપનારા ઉબરને પણ પાછળ છોડી દેશે, જેની વેલ્યૂ 4,704 અબજ રૂપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફન્ડિંગ રાઉન્ડ મોટી માત્રામાં ઓવરસબ્સક્રાઈબ થયું છે અને ટાટા એકમાત્ર ભારતીય ઈન્વેસ્ટર છે. 10,080 અબજ રૂપિયાની વેલ્યૂએશન પર RNT ને એંટ ફાઈનાંશિયલમાં આશરે 0.1 ટકા સ્ટોક મળશે.

ફન્ડિંગ રાઉન્ડના અન્ય બિડર્સમાં સિંગાપુરની સરકારી ઈન્વેસમેન્ટ કંપની ટોમાસેક હોલ્ડિંગ્સ, અમેરિકાના પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બોરબર્ગ પિંકર્સ અને કાર્લાઈ અને કેનેડાની પેન્શન ફર્મ CPPIB પણ જોડાયેલી છે. એંટ ફાઈનાન્શિયલ માટે વેલ્યૂએશનમાં આ પ્રકારનો વધારો એક મોટી ઉપ્લબ્ધી છે. આ આવતા વર્ષનો આઈપીઓ પણ લાવે તેવી શક્યતા છે. 2016માં ગત ફન્ડિંગ રાઉન્ડ દરમિયાન આની વેલ્યૂ આશરે 4,302 રૂપિયા લાગી હતી.