WTOમાં ભારત સામેના અમેરિકાના વાંધાનો પ્રભુએ આપ્યો જવાબઃ દેશમાં છે 60 કરોડ ગરીબ

બ્યૂઓનેસઆયર્સ– વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અનેક દેશો ભારત અને ચીન જેવા મોટા અર્થતંત્ર ધરાવતાં વિકાસશીલ દેશોને મળી રહેલા વિશેષ લાભ સમાપ્ત કરવાની તરફેણ કરી રહ્યાં છે. WTOના 11માં મિનિસ્ટરલેવલના પૂર્ણ સત્રમાં અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝર સહિત કેટલાક દેશોએ આ સવાલ ઉઠાવ્યો હતો. રોબર્ટે કહ્યું કે ઓછી આવકવાળા દેશોના દરજ્જાના નામ પર છૂટ મળતી રહે તેવી સ્થિતિને જોઇ શકાય નહીં.અમે માનીએ છીએ કે તેમાં કંઇ ખોટું છે જ્યારે દુનિયાના પાંચ કે છ અમીર દેશ વિકાસશીલ દેશ હોવાનો દાવો કરી રહ્યાં છે.

આ વાંધાનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિ વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત  WTO ના નિયમો હેઠળ વિશેષ છૂટ મેળવવાનો હકદાર છે જેમાં ઓછી આવકવાળા દેશોના બજારોમાં મુક્ત અથવા રાહત દર પર પ્રવેશ મળે છે. ભારતમાં હજુ પણ ગરીબોની સંખ્યા 60 કરોડ છે. કેટલાક દેશ-અમેરિકા- પોતાની ઘોષિત વિકાસની સ્થિતિના આધાર પર વ્યાપારના નિયમો અવગણી રહ્યાં છે. પ્રભુએ એમપણ જણાવ્યું કે  વેપારમાં ઓછી આવકવાળા દેશોમાં માલ સાથે ખાસ રાહતદર વ્યવહાર WTO ની આંતરિક વ્યવસ્થાનો ભાગ છે. એ નક્કર હકીકત છે કે કેટલાક દેશોની માથાદીઠ આવક ઘણી નીચલાસ્તરે છે જેને નજરઅંદાજ ન કરી શકાય.

પ્રભુએ સત્ર સંબોધનમાં જણાવ્યું કે WTO માં વિકાસ પર ચર્ચાને કુલ જીડીપી આંકડા પર ચર્ચીને બદલી દેવામાં આવી રહ્યો છે. ભારતમાં હાલના વર્ષોમાં થયેલી જીડીપી વૃદ્ધિ પર અમને ગર્વ છે પરંતુ અમે એ તથ્યને નજરઅંદાજ નથી કરી શકતાં કે ભારતમાં 60 કરોડ લોકો ગરીબ છે.