સરકારી બેંકોએ FY17માં 81,683 કરોડની લોન રાઈટઓફ કરીઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ સરકારે સંસદને જણાવ્યું છે કે સરકારી બેંકોએ નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 81,683 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી હતી. સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી લેણદારોને કોઈ ફાયદો થયો નથી અને તેમના પર દેવું યથાવત છે. પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા ફ્રોડ મામલે સરકારે જણાવ્યું કે ઓથોરિટીઝે જાણકારી એકત્ર કરવા માટે 13 દેશો સાથે સંપર્ક કર્યો છે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ એક પ્રશ્નના લેખીત જવાબમાં જણાવ્યું કે આરબીઆઈના ડેટા અનુસાર ગત નાણાકીય વર્ષમાં રાઈટ ઓફ કરવામાં આવેલી લોનમાં એસબીઆઈ દ્વારા 20,339 કરોડ રૂપીયાની લોન રાઈટ ઓફ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર સુધી રાઈટ ઓફ કરવામાં આવેલી લોનની માત્રા 28781 કરોડ રૂપીયા રહી હતી. પબ્લિક સેક્ટરની બેંકોએ 2012-13 દરમીયાન 27231 કરોડ રૂપીયાની લોન રાઈટ ઓફ કરી હતી.

જેટલીએ જણાવ્યું નોન પર્ફોર્મિંગ લોનને આરબીઆઈની ગાઈડલાઈન અને બેંકોના બોર્ડના નીયમો અનુસાર રાઈટ ઓફ કરવામાં આવ્યું. પીએનબી સ્કેમ મામલે સરકારે જણાવ્યું કે કોર્ટે 13 દેશોને લેટર ઓફર રિકવેસ્ટ મોકલીને સંબંધિત કંપનિઓની પ્રોપર્ટી અને તેમના બેંક એકાઉન્ટની વિગતો માંગી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]